બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારની ઘાતકી હત્યાથી હડકંપ, તાળું તોડીને ઘરમાં ઘૂસેલી પોલીસને અલગ-અલગ જગ્યાએથી ચાર લાશો મળી આવી

બાંગ્લાદેશના રંગપુરમાં એક હિન્દુ પરિવારના ચાર સભ્યો તેમના બંધ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની આશંકા છે, પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 23 Aug 2026 03:47 PM (IST)Updated: Sun, 23 Aug 2026 03:47 PM (IST)
bangladesh-news-4-members-of-hindu-family-found-dead-in-locked-house
HIGHLIGHTS
  • તમામના ફોન સ્વિચ ઑફ આવતા અજુગતુ થયું હોવાની શંકાએ પોલીસને જાણ કરાઈ

Bangladesh Hindu Family Death: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અહીંના રંગપુર શહેરના દાસપારા (મછુઆપારા) વિસ્તારમાં એક બંધ ઘરમાંથી હિન્દુ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તમામની ગળું ઘોંટીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ અંગે રંગપુર મેટ્રોપોલિટન પોલીસ મથકના ઈન્સ્પેક્ટર નજમુલ કાદરે જણાવ્યું કે, શનિવારે રાતે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શહેરના દાસપારા (મછુઆપારા) વિસ્તારમાં આવેલા એક ઘરમાં મૃતદેહો પડ્યા હોવાની સૂચના મળી હતી. જેના આધારે સ્થળ પર પહોંચીને ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે અંદરથી એક જ પરિવારના ચાર સભ્યોના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ગણેશ ચક્રવર્તી (65), તેમના પત્ની પ્રીતિલત્તા ચક્રવર્તી (50), પુત્રી આગામી ચક્રવર્તી (23) અને પુત્ર પ્રિયમ ચક્રવર્તી (12) વર્ષ તરીકે થઈ છે. મૃતકો પૈકી ગણેશ ચક્રવર્તી ગત વર્ષે 31 ડિસેમ્બરે જ રંગપુર જિલ્લા સ્કૂલમાંથી નિવૃત થયા હતા. જ્યારે તેમની પુત્રી આગામીએ આ વર્ષે જ રંગપુર કાર્માઈકલ કૉલેજમાંથી અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે પુત્ર પ્રિયમ રંગપુરની જિલ્લા સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો.

પરિવારના સભ્યોના ફોન બંધ, ઘરમાં અલગ-અલગ જગ્યાએ લાશો મળી

હકીકતમાં પરિવારના ચારેય સભ્યોના મોબાઈલ ફોન ગુરુવાર રાતથી જ બંધ આવી રહ્યા હતા. મૃતક પ્રીતિલત્તાની નાની બહેન પૂજા ચક્રવર્તીએ જણાવ્યું કે, છેલ્લે ગુરુવારે બપોરે મારી મોટી બહેન સાથે વાત થઈ હતી. જે બાદ તેનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો હતો. જ્યારે ઘરે પહોંચી તો ગેટ અને લાઈટ બંધ હતા. આથી કંઈક અજુગતુ થયું હોવાની શંકાએ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસની ટીમ તાળું તોડીને ઘરમાં ઘૂસી હતી.

જ્યારે રંગપુર CIDના અધિકારી સુબિર ચૌધરીએ જણાવ્યું કે, ઘરમાં અલગ-અલગ જગ્યાએથી ચારેય જણાની લાશ મળી આવી છે. જેમાં માતા અને પુત્રીના મૃતદેહો પગથિયા પાસે પડ્યા હતા. જ્યારે પરિવારના મોભી ગણપતિ ચક્રવર્તીની લાશ ઘરના ધાબા ઉપરથી મળી હતી. તેમજ પુત્રનો મૃતદેહ પલંગની નીચે પડ્યો હતો. હાલ તો પોલીસ સહિતની તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.