Kanda Batata Poha: નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ કાંદા-બટાકા પૌવા, જાણો સરળ રેસીપી

કાંદા-બટાકા પૌવા ઘરે સરળતાથી કેવી રીતે બનાવવા? અહીં જાણો પૌવા બનાવવાની સરળ રીત, જરૂરી સામગ્રી અને સ્વાદ વધારવાની ખાસ ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 01 Oct 2026 09:27 AM (IST)Updated: Thu, 01 Oct 2026 09:27 AM (IST)
recipe-how-to-make-kanda-batata-poha-at-home-for-breakfast

Kanda Batata Poha Recipe: સવારના નાસ્તામાં કંઈક હળવું, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો કાંદા-બટાકા પૌવા એક સરસ વિકલ્પ છે. પૌવા સાથે બટાકા, કાંદા અને મસાલાનો સ્વાદ આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવે છે. તો ચાલો જાણીએ ઘરે કાંદા-બટાકા પૌવા બનાવવાની સરળ રીત.

કાંદા-બટાકા પૌવા માટેની સામગ્રી

  • પૌવા – 2 કપ
  • બટાકા – 2 મધ્યમ કદના
  • કાંદા – 1 મોટો ઝીણો સમારેલો
  • લીલા મરચાં – 2 ઝીણાં સમારેલાં
  • મગફળી – 2 ટેબલસ્પૂન
  • રાઈ – ½ ચમચી
  • જીરું – ½ ચમચી
  • હળદર – ½ ચમચી
  • ખાંડ – ½ ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • લીંબુનો રસ – 1 ચમચી
  • કોથમીર – ઝીણી સમારેલી
  • કરી પત્તા – 7-8
  • તેલ – 2 ટેબલસ્પૂન

કાંદા-બટાકા પૌવા બનાવવાની રીત

સૌથી પહેલાં પૌવાને એક ચાળણીમાં લઈને પાણીથી હળવા હાથે ધોઈ લો. પૌવાને વધારે સમય પાણીમાં પલાળવાના નથી. તેમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને 5 મિનિટ માટે બાજુ પર રાખો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો. તડતડવા લાગે એટલે મગફળી, કરી પત્તા અને લીલા મરચાં નાખીને થોડીવાર સાંતળો.

ત્યારબાદ તેમાં સમારેલા બટાકા ઉમેરો અને બટાકા નરમ થાય ત્યાં સુધી મધ્યમ તાપે પકાવો. હવે તેમાં ઝીણો સમારેલો કાંદો નાખીને કાંદો થોડો નરમ અને પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં તૈયાર કરેલા પૌવા ઉમેરો અને બધું હળવા હાથે મિક્સ કરો. સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરીને 2-3 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. ગેસ બંધ કર્યા પછી તેમાં લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. હળવા હાથે મિક્સ કરીને ગરમાગરમ કાંદા-બટાકા પૌવા સર્વ કરો.

ટિપ્સ

પૌવા નરમ થઈ જાય એટલા જ પાણીથી ધોવા, નહિતર પૌવા ચીકણા થઈ શકે છે. પૌવામાં થોડી ખાંડ ઉમેરવાથી સ્વાદમાં સરસ બેલેન્સ આવે છે. મગફળી ઉમેરવાથી પૌવામાં ક્રન્ચી ટેક્સચર આવે છે.