Sabudana Dhokla: ઉપવાસમાં બનાવો સોફ્ટ અને ટેસ્ટી સાબુદાણા ઢોકળા, જાણો સરળ રીત

ઉપવાસમાં બનાવો સોફ્ટ અને ટેસ્ટી સાબુદાણા ઢોકળા. જાણો સાબુદાણા ઢોકળા બનાવવાની સરળ રીત, જરૂરી સામગ્રી અને તેને સોફ્ટ બનાવવાની ખાસ ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sun, 20 Sep 2026 11:41 AM (IST)Updated: Sun, 20 Sep 2026 11:41 AM (IST)
make-soft-and-tasty-sabudana-dhokla-at-home-easy-farali-sabudana-dhokla-recipe

Sabudana Dhokla Recipe: ઉપવાસ દરમિયાન જો કંઈક અલગ, હળવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો સાબુદાણા ઢોકળા એક સરસ વિકલ્પ છે. સાબુદાણા, બટાકા અને દહીંથી બનતા આ ઢોકળા સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. તેને લીલી ચટણી અથવા દહીં સાથે ગરમાગરમ પીરસી શકાય છે.

સાબુદાણા ઢોકળા બનાવવાની સામગ્રી

  • સાબુદાણા – 1 કપ
  • બાફેલા બટાકા – 2
  • દહીં – ½ કપ
  • સામોનો લોટ – 2 ચમચી
  • લીલા મરચાં – 2
  • આદુ – 1 ચમચી
  • સિંધાલૂણ – સ્વાદ મુજબ
  • જીરું – 1 ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • ખાંડ – ½ ચમચી
  • તેલ – 1 ચમચી
  • ઈનો – 1 ચમચી
  • કોથમીર – ગાર્નિશ માટે

સાબુદાણા ઢોકળા બનાવવાની રીત

સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈને પૂરતા પાણીમાં 4થી 5 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ વધારાનું પાણી કાઢીને સાબુદાણાને થોડી વાર રહેવા દો, જેથી તે સારી રીતે સોફ્ટ થઈ જાય.

હવે એક મોટા વાસણમાં પલાળેલા સાબુદાણા, બાફેલા અને મેશ કરેલા બટાકા, દહીં અને સામાનો લોટ ઉમેરો. તેમાં સમારેલા લીલા મરચાં, આદુ, સિંધાલૂણ, જીરું, લીંબુનો રસ અને ખાંડ નાખીને બધું સારી રીતે મિક્સ કરો.

ઢોકળાની પ્લેટને થોડું તેલ લગાવી તૈયાર રાખો. સ્ટીમર અથવા ઢોકળાના વાસણમાં પાણી ગરમ થવા મૂકો. બેટરમાં છેલ્લે ઈનો નાખીને હળવા હાથે મિક્સ કરો અને તરત જ બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં રેડી દો.

ઢોકળાને મધ્યમ આંચ પર આશરે 15થી 20 મિનિટ સુધી વરાળમાં પકાવો. ઢોકળા બરાબર ચડી જાય પછી તેને થોડા સમય માટે ઠંડા થવા દો અને મનપસંદ આકારમાં કાપી લો. ઉપરથી કોથમીર નાખીને લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.