Kantola Shaak: આ રીતે બનાવશો કંટોલાનું શાક તો જરા પણ કડવું નહીં લાગે, નોધી લો સરળ રેસીપી

ચોમાસાની સિઝનમાં મળતા કંકોડાનું શાક કડવું ન લાગે તે માટે આ સરળ રીત અજમાવો. જાણો ટેસ્ટી અને મસાલેદાર Kantola Shaak Recipe બનાવવાની સંપૂર્ણ રીત અને ખાસ ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 18 Sep 2026 12:04 PM (IST)Updated: Fri, 18 Sep 2026 12:04 PM (IST)
make-bitter-free-kantola-shaak-recipe-easy-and-tasty-gujarati-kankoda-sabzi

Kantola Nu Shaak |Kankoda Nu Shak Recipe: ચોમાસાની સિઝનમાં મળતા કંટોલા એટલે કે કંકોડાનું શાક સ્વાદિષ્ટ હોવા ઉપરાંત રોજિંદા ભોજનમાં એક સરસ વિકલ્પ છે. જોકે ઘણી વખત કંટોલા કડવા નીકળતા હોવાથી શાકનો સ્વાદ બગડી જાય છે. જો તમને પણ કંટોલાનું શાક કડવું લાગતું હોય તો આ રીતે બનાવો. કંટોલાની કડવાશ ઓછી કરવા માટેની નાની-નાની ટિપ્સ સાથે આ શાક બનાવશો તો સ્વાદ એકદમ મજેદાર બનશે.

કંકોડાનું શાક બનાવવા માટેની સામગ્રી

  • કંટોલા (કંકોડા) - 250 ગ્રામ
  • બટાકા - 1 મોટો
  • ડુંગળી - 1 ઝીણી સમારેલી
  • ટામેટું - 1 સમારેલું
  • લીલા મરચાં - 2
  • આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
  • હળદર - ½ ચમચી
  • લાલ મરચું - 1 ચમચી
  • ધાણા-જીરું પાઉડર - 1 ચમચી
  • ગરમ મસાલો - ½ ચમચી
  • ગોળ - 1 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • તેલ - જરૂર મુજબ
  • રાઈ અને જીરું - વઘાર માટે

કંકોડાનું શાક બનાવવાની રીત

સૌથી પહેલાં કંટોલાને સારી રીતે ધોઈને તેના આગળ-પાછળના ભાગ કાપી લો અને કંટોલાને પાતળા કટકામાં સમારી લો. હવે તેમાં થોડું મીઠું નાખીને 15થી 20 મિનિટ માટે રાખી દો. ત્યારબાદ કંટોલાને હળવા હાથે દબાવીને વધારાનું પાણી કાઢી લો. આ પ્રક્રિયાથી કંટોલાની કડવાશ ઓછી કરવામાં મદદ મળશે.

કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું ઉમેરો. ત્યારબાદ ડુંગળી અને લીલા મરચાં નાખીને સાંતળો. ડુંગળી થોડી નરમ થાય એટલે આદુ-લસણની પેસ્ટ અને ટામેટું ઉમેરો. હવે હળદર, લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર નાખીને મસાલો સારી રીતે સાંતળો.

હવે તેમાં સમારેલા કંટોલા અને બટાકા ઉમેરો. મીઠું નાખીને બધું સારી રીતે મિક્સ કરો. કડાઈને ઢાંકીને ધીમા તાપે શાક ચડવા દો. વચ્ચે એક-બે વખત હલાવતા રહો જેથી શાક તળિયે ચોંટે નહીં. કંટોલા અને બટાકા બરાબર ચડી જાય પછી તેમાં ગોળ અને થોડો ગરમ મસાલો નાખીને મિક્સ કરો. બે મિનિટ ઢાંકીને રાખ્યા બાદ ગેસ બંધ કરી દો.

ગરમાગરમ કંટોલાનું શાક રોટલી, રોટલા કે દાળ-ભાત સાથે સર્વ કરી શકાય છે. ગોળની થોડી માત્રા ઉમેરવાથી શાકનો સ્વાદ બેલેન્સ થાય છે અને કડવાશ પણ ઓછી અનુભવાય છે.

ટિપ્સ

કંટોલા ખરીદતી વખતે નાના અને કોમળ કંટોલા પસંદ કરશો તો શાક વધુ સ્વાદિષ્ટ બનશે. કડવાશ વધુ હોય તેવા કંટોલા માટે મીઠું લગાવી રાખવાની પ્રક્રિયા ખાસ ઉપયોગી છે.