Asian Games 2026:એશિયા ગેમ્સ 2026માં ભારતીય ટીમના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. ટુર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય મેન્સ હોકી ટીમે ફાઈનલમાં મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ અને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ સાથે જ ટીમે લોસ એન્જેલસ 2028માં એન્ટ્રી મેળવી લીધી છે.
ભારત તરફથી હરમનપ્રીત સિંહ, જુગરાજ આદિએ ગોલ કર્યાં હતા. ભારતીય ટીમે અગાઉ ક્યારેય એશિયા ગેમ્સમાં સતત બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યા ન હતા. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતે સેમીફાઈનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવીને ફાઈનલમાં શાનદાર એન્ટ્રી મેળવી હતી.
આમ ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહ (11 અને 57મી મિનિટ)માં સૌથી વધારે બે ગોલ કરવામાં આવ્યા. જ્યારે જુગરાજ સિંહ (23મી મિનિટ), હાર્દિક સિંહ (42મી મિનિટ) અને શિલાનંદ (11 અને 57મી મિનિટ)એ સૌથી વધારે ગોલ કર્યાં હતા. જ્યારે જુગરાજ સિંહ લીકડા(23 મિનિટ)એ એક-એક ગોલ કર્યાં.
પ્રથમ ક્વાર્ટરમાં સ્કોર 1-1
11મી મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. ભારતીય ખેલાડીઓનો સતત પ્રયત્નો અને દબાણનો ફાયદો મળ્યો. પ્રથમ તક હાથમાંથી જતી રહી હતી કારણ કે મનદીપનો સ્ટોપ ખરાબ હતો, જોકે તેણે ત્યારબાદ તરત જ વધુ એક પેનલ્ટી કોર્નર હાંસલ કરીને શાનદાર રમત દેખાડી હતી. આ વખતે તો હરમનપ્રીત સિંહે કોઈ ભૂલ કરી નહીં અને જોરદાર ડ્રેગ-ફ્લિક સાથે ગોલકીપર મોહમ્મદ જૈમી ડેરિસને ચકમો આપતા ગોલ ફટકાર્યો હતો. ત્યારબાદ મલેશિયાએ શાનદાર રીતે પુનરાગમન કર્યું હતું. 14મી મિનિટમાં શેલ્લો સિલ્વેરિયસે શાનદાર હાફ-વૉલીથી ગોલ ફટકાર્યો. તેણે હવામાં આવતા બોલને નીચે ઉતાર્યો અને એક શાનદાર શોટ ફટકારી બે વખતની સિલ્વર મેડલિસ્ટ ટીમ માટે સમાન ગોલ કરી દીધા હતા.
અલબત છેલ્લે જ્યારે સાડા ત્રણ મિનિટની રમત બાકી હતી ત્યારે દિલપ્રીત તેની ડ્રિબલિંગ સ્કલ્સ દેખાડી અને તેણે વેગ આપ્યો અને પેનલ્ટી કોર્નરની માંગ કરી. મેચના બીજા ક્વાર્ટર સંપૂર્ણપણે ભારતીય ટીમે પોતાના નામે કર્યું હતું. આ ક્વાર્ટરના 8મી મિનિટમાં જુગરાજ સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ ફટકાર્યો હતો. ભારત તરફથી મલેશિયા ટીમને આ ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા, જોકે તે ગોલ કરી શકી નહીં. હાફટાઈમ સુધી સ્કોર ભારતના પક્ષમાં 2-1 હતો.
