Asian Games 2026:નિશાનબાજીમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, ઈલાવેનિલે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેળવ્યો

Asian Games 2026:એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ઈલાવેનિલ વલારિવને મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 20 Sep 2026 12:25 PM (IST)Updated: Sun, 20 Sep 2026 12:25 PM (IST)
elavenil-valarivan-wins-silver-medal-in-women-10-meter-air-rifle-in-asian-games-2026

Asian Games 2026:એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ઈલાવેનિલ વલારિવને મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. એક સમયે તે ગોલ્ડ મેડલની રેસમાં હતી અને એવું લાગતુ હતું કે પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ જીતી લેશે. જોકે છેલ્લી ઘડીએ સિરીજોમાં ચીનના ખેલાડી આગળ નિકળી ગઈ અને ઈલેવેનિલને બીજુ સ્થાન મળ્યું.


ઈલાવેનિલે 252.4 સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે ચીનની હિનાતા તાઈચીએ 253 સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી છે. સાઉથ કોરિયાની હાયોદિન બૈન 230.4 સાથે ત્રીજા સ્થાન પર રહી છે. ભારત તરફથી વધુ એક ખેલાડી સોનમ માસ્કર મેડલ જીતી શકી નથી અને તે છઠ્ઠા સ્થાન પર રહી છે.