અમદાવાદમાં યલો એલર્ટ; જો વરસાદમાં ધોવાઈ ગઈ IPL ફાઇનલ, તો મેચ રમ્યા વગર જ આ ટીમ બની જશે ચેમ્પિયન!

અમદાવાદમાં વરસાદના જોખમ વચ્ચે જાણો 1 જૂન રિઝર્વ ડેના નિયમો. જો મેચ રદ્દ થશે તો કઈ ટીમ આઈપીએલ ટ્રોફી જીતશે? વાંચો વિસ્તૃત અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 31 May 2026 05:28 PM (IST)Updated: Sun, 31 May 2026 05:28 PM (IST)
yellow-alert-in-ahmedabad-if-the-ipl-final-is-washed-away-in-rain-then-this-team-will-become-champion-without-playing-the-match

IPL 2026 Final RCB vs GT: આઈપીએલ 2026 (IPL 2026)નો મહામુકાબલો હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સ્થાનિક ફેવરિટ ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ફાઇનલ મેચ રમાશે. જોકે, મેચ શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ ફેન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા છે, કારણ કે અમદાવાદમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાનમાં આવેલા આ અચાનક બદલાવ વચ્ચે ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે જો ફાઇનલમાં વરસાદ વિલન બનશે તો વિજેતા કોણ બનશે?

BCCIનો માસ્ટરપ્લાન

સામાન્ય રીતે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચો માટે રિઝર્વ ડે હોતો નથી, પરંતુ ફાઇનલ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખાસ વ્યવસ્થા કરી છે. જો રવિવારે (31 મે) વરસાદના કારણે મેચ ધોવાઈ જાય અથવા અધૂરી રહે, તો સોમવાર, 1 જૂનને 'રિઝર્વ ડે' (Reserve Day) તરીકે રાખવામાં આવ્યો છે.

નિયમો મુજબ, જો રવિવારે મેચ શરૂ થયા બાદ વરસાદ નડતરરૂપ બને છે, તો સુપર ઓવર અથવા ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવા માટે પૂરતો સમય નહીં મળે તો રમત આગલા દિવસે એટલે કે સોમવારે ત્યાંથી જ આગળ ધપાવવામાં આવશે જ્યાંથી અટકી હતી.

જો બંને દિવસ વરસાદમાં ધોવાઈ જાય તો ટ્રોફી કોને મળશે?

અમદાવાદમાં રવિવારની સાથે સોમવારે પણ વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. જો કોઈ ભયાનક સ્થિતિ સર્જાય અને રવિવાર તેમજ સોમવાર (રિઝર્વ ડે) બંને દિવસે એક પણ બોલ ફેંકવો શક્ય ન બને, તો આઈપીએલના નિયમો અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને વિજેતા જાહેર કરવામાં આવશે.

આ પાછળનું ગણિત સમજો

લીગ સ્ટેજ પૂરો થયા બાદ પોઈન્ટ્સ ટેબલ પર જે ટીમ ટોપ પર હોય તેને આ સ્થિતિમાં ફાયદો મળે છે. આ સીઝનમાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ બંનેએ 14 મેચમાં 18-18 પોઈન્ટ્સ મેળવ્યા હતા. પરંતુ નેટ રન રેટ (NRR)માં મોટો તફાવત હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: NRR +0.783 (ટેબલમાં નંબર-1)

ગુજરાત ટાઇટન્સ: NRR +0.695 (ટેબલમાં નંબર-2)

આ ટેબલ પોઝિશનના કારણે જો મેચ રદ્દ થાય તો રજત પાટીદારની કેપ્ટનશીપ વાળી RCB ટીમ સતત બીજી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી લેશે અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સનું બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી જશે. જોકે, સ્ટેડિયમની અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમને જોતાં અમ્પાયર્સ ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ રમાડવા માટેનો પણ છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે.