World Cup Final 2023: ફાઈનલના દિવસે અમદાવાદના આકાશમાં દેખાશે શાનદાર દ્રશ્યો, સ્ટેડિયમમાં થશે એર શૉ, હેલીકોપ્ટરની ગડગડાહટથી ગુંજશે મેદાન

રક્ષા વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે સૂર્ય કિરણ એરોબેટિકની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલની 10 મિનિટ પહેલા સુધી પોતાના કરતબોથી લોકોને રોમાંચિત કરશે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Fri 17 Nov 2023 02:09 AM (IST)Updated: Fri 17 Nov 2023 02:09 AM (IST)
world-cup-final-2023-on-the-day-of-the-final-great-scenes-will-be-seen-in-the-sky-of-ahmedabad-an-air-show-will-be-held-in-the-stadium-the-ground-will-echo-with-the-thunder-of-helicopters-234056

World Cup Final 2023: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા 20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ટકરાશે. ફાઈનલને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જાણકારી મુજબ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એર શૉનું આયોજન કરવમાં આવી શકે છે.

ફાઈનલને યાદગાર બનાવવા માટે થશે એર શૉ
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહેલી વખત વિશ્વકપ ફાઈનલનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આ દિવસને યાદગાર બનાવવા માટે મેચ પહેલા એક એર શૉ આયોજિત કરાશે. આ ઉપરાંત ક્લોઝિંગ સેરેમની પણ થશે. રિપોર્ટ મુજબ મેચવાળા દિવસે એર શૉ પહેલાં સ્ટેડિયમની આસાપાસ ગુરુવારે એક રિહર્સલ આયોજિત કરાયું. ગુરુવારે સ્ટેડિયમની આજુબાજુ જેટ ઉડતા જોવા મળ્યા. વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા એર શૉ માટે પરમિશન પણ માગવામાં આવી છે.

રક્ષા વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે સૂર્ય કિરણ એરોબેટિકની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલની 10 મિનિટ પહેલા સુધી પોતાના કરતબોથી લોકોને રોમાંચિત કરશે. PROના એક નિવેદનમાં કહ્યું કે- એર શૉનો અભ્યાસ શુક્રવાર અને શનિવારે થશે. ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે સામેલ થાય છે અને તેમણે દેશભરમાં અનેક એર શૉ કર્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.