Who Is Romi Bhinder: IPLની 19મી સીઝન (2026) દરમિયાન રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમતા 'બેબી બોસ' વૈભવે 16 મેચોમાં 237.30ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટ અને 48.50ની એવરેજ સાથે 776 રન ફટકારીને ઓરેન્જ કેપની રેસમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
ત્યારે આજે આખું વિશ્વ ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ અને તેના અદ્ભુત રેકોર્ડ્સની ચર્ચા કરી રહ્યું છે. પરંતુ આ ગ્લેમર અને સફળતાની પાછળ કેમેરાથી દૂર એક એવો માણસ છે, જેણે 15 વર્ષના આ યુવા ખેલાડીને ક્રિકેટની સૌથી મોટી લીગમાં ક્યારેય એકલતા અનુભવવા દીધી નથી.
The Run-Machine 🤝 The Six-Hitting Machine
— IndianPremierLeague (@IPL) June 1, 2026
Two eras of match-winners in one special frame 🎬#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FqYwTU4yhJ
કોણ છે વૈભવ સાથે દેખાતો આ રહસ્યમય માણસ?
IPL 2026ની સમગ્ર સિઝન દરમિયાન આ વ્યક્તિ હંમેશા વૈભવ સૂર્યવંશીની સાથે જ જોવા મળ્યો હતો. ત્યારે ચાહકોના મનમાં સવાલ હતો કે શું આ વ્યક્તિ વૈભવનો સગો છે, કોઈ પરિવારનો સભ્ય છે કે રાજસ્થાન રોયલ્સનો માલિક? તો તમને જણાવી દઈએ કે આ માણસનું નામ રોમી ભિંડર છે. રોમી ભિંડર લાંબા સમયથી રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર છે, પરંતુ વૈભવ માટે તેઓ માત્ર એક મેનેજર નહીં, પરંતુ 'ગાર્ડિયન' (વાલી), માર્ગદર્શક અને મિત્ર સાબિત થયા છે.
It's Sooryavanshi Family ♥️😎 pic.twitter.com/i4boyqk0wR
— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) June 3, 2026
નિયમોના કારણે મળી આ મહત્વની જવાબદારી
BCCI અને IPLના કડક નિયમો અનુસાર, ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ સગીર ખેલાડી સાથે સત્તાવાર વાલીનું હોવું ફરજિયાત છે. બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાંથી આવીને અચાનક કરોડોની લાઈમલાઈટમાં આવી ગયેલા વૈભવ માટે રોમી ભીંડર એક મજબૂત ઢાલ બન્યા. તેમણે આઈપીએલના દબાણ, સતત મુસાફરી અને ગ્લેમર વચ્ચે વૈભવને માનસિક રીતે સુરક્ષિત રાખ્યો.
ક્રિકેટ અને મેનેજમેન્ટનો બહોળો અનુભવ
રોમી ભીંડરે સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કરિયર બનાવ્યું છે. તેઓ વર્લ્ડ ક્રિકેટ એકેડેમી (WCA) સાથે જોડાયેલા છે અને હાલમાં નાગપુર નજીક એક આધુનિક રેસિડેન્શિયલ ક્રિકેટ એકેડેમી શરૂ કરવા પર કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમની પાસે સ્પોર્ટ્સ સાયકોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી છે, જે ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને સમજવામાં ખૂબ મદદરૂપ બને છે.
વિવાદમાં પણ આવ્યું હતું નામ
IPLમાં લગભગ 2 દાયકાનો અનુભવ ધરાવતા રોમી ભીંડર 2026ની આ સીઝનમાં એક વિવાદના કારણે ચર્ચામાં આવ્યા હતા. ગુવાહાટીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામેની મેચ વખતે ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ BCCIની એન્ટી કરપ્શન યુનિટે (ACU) તેમને કારણદર્શક નોટિસ પાઠવી હતી. તે સમયે વૈભવ પણ તેમની બાજુમાં બેસીને ફોન તરફ જોઈ રહ્યો હતો. આ મામલે રોમી ભીંડરને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, તપાસમાં સામે આવ્યું હતું કે તેમણે મેડિકલ કારણોસર ફોન વાપરવો પડ્યો હતો, જેના કારણે મામલો વધુ ખેંચાયો ન હતો.
