અમદાવાદ: પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ શરૂ થાય એ પહેલાં બંને દેશના ચાહકો ક્રિકેટ સિવાયના મુદ્દે શાબ્દિક યુદ્ધમાં વ્યસ્ત હતા. અત્યારે પાકિસ્તાની Mr Bean ટ્રેન્ડ થઈ રહ્યા છે. આવું થવા પાછળનું કારણ શું છે? તો થયું એવું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે સામેની મેચ અંગે પ્લેયર્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેનો ફોટો શેર કર્યો હતો.
આ પોસ્ટ પર Ngugi Chasura નામના વ્યક્તિએ કમેન્ટ કરી કે, "ઝિમ્બાબ્વેના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. તમે અમને એક વખત અસલી Mr Beanની જગ્યાએ ફ્રોડ પાકિસ્તાની Bean આપ્યો હતો. આવતીકાલની મેચમાં આનો હિસાબ ચૂકતે થશે. પ્રાર્થના કરો કે વરસાદ પડે અને તમે બચી જાઓ."
'Pak Bean,' જે મોહમ્મદ આસિફ નામના પાકિસ્તાની કોમેડિયન છે, તે કરાચીના ખારાદર વિસ્તારના છે. ઝિમ્બાબ્વેના ફેને દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઝિમ્બાબ્વેની એક ઈવેન્ટમાં નકલી મિસ્ટર બીન મોકલ્યો હતો અને કહ્યું હતું કે તેમની ટીમ તેમની સુપર 12 મેચ દરમિયાન આનો બદલો લેશે. તેણે નકલી મિસ્ટર બીન પર આફ્રિકન દેશની મુલાકાત દરમિયાન લોકોના પૈસા 'ચોરી' કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ત્યારથી, રોવાન એટકિન્સન (અસલી મિસ્ટર બિન)ના ડુપ્લીકેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાકિસ્તાન મેચ હાર્યું ત્યારથી ઝિમ્બાબ્વેના પ્રેસિડન્ટથી લઈને ક્રિકેટર્સ સુધી દરેકે Pakistani Mr Bean પર પ્રતિક્રિયા આપીને પાકિસ્તાનને ટ્રોલ કરી રહ્યું છે.
