WPL 2027 માટે રિટેન્શન લિસ્ટ જાહેર, જાણો કઈ ખેલાડીને મુક્ત કરવામાં આવી અને કોના પર ફ્રેન્ચાઇઝીએ ભરોસો મૂક્યો

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2027) માટે તમામ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન કરવામાં આવેલી ખેલાડીઓની યાદી સામે આવી છે. કઈ દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં યથાવત રહી છે તેની વિગતો જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 28 Sep 2026 11:35 PM (IST)Updated: Mon, 28 Sep 2026 11:35 PM (IST)
which-players-were-retained-by-their-teams-check-out-the-franchises-full-retention-lists

WPL 2027: મહિલા ક્રિકેટની સૌથી લોકપ્રિય અને રોમાંચક લીગ એવી વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2027)ને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સિઝનને ધ્યાનમાં રાખીને તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની ટીમનું માળખું મજબૂત કરવા માટે રિટેન કરવામાં આવેલી (જાળવી રાખેલી) ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટ સામે આવવાની સાથે જ કઈ ખેલાડી કઈ ટીમ સાથે રહેશે તેની ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

દિગ્ગજ ખેલાડીઓની ઘરવાપસી અને ટીમનો વિશ્વાસ

આગામી સિઝન માટે ફ્રેન્ચાઈઝીઓએ પોતાની મુખ્ય મેચ વિનર્સ પર ભરોસો જાળવી રાખ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર અને કેપ્ટન સ્મૃતિ મંધાના તેમજ વિશ્વ ક્રિકેટની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી જેવી ખેલાડીઓ પોતાની જૂની ફ્રેન્ચાઈઝી સાથે જ જોડાયેલી રહેશે. આ ખેલાડીઓનું ટીમમાં હોવું માત્ર મેદાન પર જ નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ યુવા ખેલાડીઓ માટે મોટું મનોબળ પુરવાર થાય છે. તે જ રીતે, વિસ્ફોટક બેટ્સમેન શેફાલી વર્મા અને અન્ય મુખ્ય ખેલાડીઓ પણ પોતપોતાની ટીમો દ્વારા રિટેન કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ટીમો આગામી સિઝનમાં કોઈ મોટું જોખમ લેવા માંગતી નથી.

ટીમોનું સમીકરણ અને આગામી ઓક્શનની રણનીતિ

મોટાભાગની ટીમોએ કોર ટીમ (મુખ્ય ખેલાડીઓનું ગ્રુપ)ને યથાવત રાખી છે જેથી ટીમનું સંતુલન બગડે નહીં. જોકે, કેટલાક સ્થાનો ખાલી રાખવામાં આવ્યા છે જેને પૂરવા માટે આગામી મિની ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓ નવી પ્રતિભાઓ પર દાવ લગાવતી જોવા મળશે. કઈ ટીમે કઈ ખેલાડીને છોડી છે અને કઈ નવી ખેલાડીઓ ઓક્શનના માધ્યમથી મેદાનમાં આવશે, તેના પર હવે તમામ ક્રિકેટ રસિકોની નજર ટકેલી છે.

ક્રિકેટ જગત અને પ્રશંસકોમાં ઉત્સાહ

ચાહકો પોતાની મનપસંદ ખેલાડીઓને ફરી એકવાર જૂની જર્સીમાં રમતા જોવા માટે ઉત્સુક છે. રિટેન્શન લિસ્ટ જાહેર થવાથી સ્પર્ધા વધુ રોમાંચક બનવાના સંકેતો મળી રહ્યા છે, અને આગામી ડબ્લ્યુપીએલ સિઝન અત્યારથી જ રોમાંચના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર જણાતી દેખાઈ રહી છે.

ડબ્લ્યુપીએલ 2027: રિટેન કરવામાં આવેલી ખેલાડીઓની યાદી

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)

એનાબેલ સધરલેન્ડ, ચિનેલ્લે હેનરી, દિયા યાદવ, જેમિમા રોડ્રિગ્સ, લૌરા વોલ્વાર્ડ, લ્યુસી હેમિલ્ટન, મમતા માદીવાલા, મેરિઝાન કેપ્પ, મિન્નુ મણિ, એન. શ્રી ચરણી, નંદિની શર્મા, નિક્કી પ્રસાદ અને શેફાલી વર્મા.

ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)

અનુષ્કા શર્મા, એશલે ગાર્ડનર, બેથ મૂની, ભારતી ફુલમાલી, જ્યોર્જિયા વેરહેમ, હેપ્પી કુમારી, જીંતિમણી કલિતા, કનિકા આહુજા, કાશવી ગૌતમ, કિમ ગાર્થ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, સોફી ડિવાઇન, તનુજા કંવર, યાસ્તિકા ભાટિયા

મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)

અમનજોત કૌર, એમેલિયા કેર, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, નિકોલા કેરી, રાહિલા ફિરદૌસ, સજીવન સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, વૈષ્ણવી શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)

અરુંધતી રેડ્ડી, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહેમ, લોરેન બેલ, નાદિન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, પ્રત્યુષા કુમાર, પ્રેમા રાવત, રાધા યાદવ, રિચા ઘોષ, સયાલી સતઘરે, શ્રેયંકા પાટિલ, સ્મૃતિ મંધાના.

યુપી વોરિયર્સ (UP Warriorz)

દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, મેગ લેનિંગ, ફોબી લિચફિલ્ડ, પ્રતિકા રાવલ, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, તારા નોરિસ.

ઓક્શનમાં કુલ 27 પ્લેયર્સની જગ્યા ખાલી

BCCIના જણાવ્યા અનુસાર, આ હરાજીમાં ખેલાડીઓ માટે કુલ 27 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં વિદેશી ખેલાડીઓ માટેની સાત જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. UP Warriorz ₹3.65 કરોડની સૌથી મોટી બાકી રકમ (પર્સ) સાથે હરાજીમાં ઉતરશે. તેમણે સૌથી વધુ સંખ્યામાં—કુલ નવ—ખેલાડીઓને મુક્ત કર્યા છે, જેમાં કિરણ નવગીરે અને ડિયાન્ડ્રા ડોટિન જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.