Hardik Pandya Statement, GT vs MI IPL 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ સામે 99 રને ભવ્ય વિજય મેળવ્યો છે. તિલકની બેટિંગ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યા મેદાન પર ખૂબ જ ઉત્સાહમાં અને આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તે વારંવાર તિલક પાસે જઈને તેને કંઈક શિખામણ આપી રહ્યો હતો, જેની અસર સ્કોરબોર્ડ પર સ્પષ્ટ દેખાતી હતી. હાર્દિક પંડ્યા મેદાન પર આક્રમક રીતે તિલક વર્માને વારંવાર શું કહી રહ્યો હતો તે મેચ બાદ ખુદ હાર્દિકે જણાવ્યું હતું.
હાર્દિક પંડ્યાનો 'ગુરુમંત્ર'
મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો હતો કે તે મેદાન પર આક્રમક રીતે તિલક વર્માને શું કહી રહ્યો હતો. હાર્દિકે જણાવ્યું કે તેને તિલકની પ્રતિભા પર પૂરો ભરોસો છે. તેણે તિલકને માત્ર એટલો જ સાદો સંદેશ આપ્યો હતો કે, "ફક્ત બોલને જો અને બોલને ફટકાર." હાર્દિકના મતે તિલક જેવો ટેલેન્ટ ધરાવતા ખેલાડીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ આક્રમક માર્ગદર્શન મુંબઈ ઇન્ડિયન્સ માટે ગેમ ચેન્જર સાબિત થયું હતું.
6️⃣ 4️⃣ 4️⃣ 6️⃣ 6️⃣
— Star Sports (@StarSportsIndia) April 20, 2026
This is pure destruction, #TilakVarma turning up the heat.🔥#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATWcw pic.twitter.com/NdFHbpE4em
બુમરાહને પ્રથમ ઓવર ન આપવા પર પણ હાર્દિકે વાત કરી
199 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ મુંબઈના બોલરો સામે લાંબો સમય ટકી શકી નહીં અને માત્ર 100 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાએ ટીમની ફિલ્ડિંગ અને યુવા ખેલાડીઓ, ખાસ કરીને અશ્વની અને નમનના પ્રદર્શનના ખૂબ વખાણ કર્યા હતા. જસપ્રીત બુમરાહને શરૂઆતની ઓવરોમાં બોલિંગ ન આપવા અંગેના સવાલ પર હાર્દિકે જણાવ્યું કે બુમરાહ એક સ્પેશિયલ બોલર છે અને તેનો ઉપયોગ પછીથી કરવો એ એક વ્યૂહરચનાનો ભાગ છે.
મુંબઈ માટે આ જીત અત્યંત ખાસ માનવામાં આવે છે કારણ કે અમદાવાદનું મેદાન તેમના માટે હંમેશા પડકારજનક રહ્યું છે. આ જીત સાથે મુંબઈએ ફરી એકવાર પોતાની લય પ્રાપ્ત કરી છે.
તિલક વર્માની શાનદાર સદી
મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 5 વિકેટના નુકસાન પર 199 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. આ સ્કોર પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટ્સમેન તિલક વર્માનું હતું, જેણે માત્ર 45 બોલમાં 101 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
