Virat Kohli vs Ravindra Jadeja: 12 વર્ષ એ જૂની વાતને લઈને રાજસ્થાન રોયલ્સના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ આજે ખુલાસો કર્યો છે. જેમાં કપીલ શર્માના શોમાં વિરાટ કોહલીએ જાડેજાને કેમ ટીમમાં સૌથી વધારે ફેકનાર ખેલાડી કહ્યો હતો. આવો જોઈએ આજે જાડેજાએ તેનો શું ખુલાસો કર્યો છે.
શું ઘટના હતી? અને કોહલીએ જાડેજાને ફેકુ કેમ કહ્યો હતો?
વર્ષો પહેલા વિરાટ કોહલી કપીલ શર્માના શોમાં ગયો હતો. ત્યારે કપીલે તેને સવાલ કર્યો હતો કે ટીમ ઈન્ડિયામાં સૌથી વધારે કોણે ફેકે છે. ત્યારે કહોલીએ જવાબ આપ્યો હતો કે રવિન્દ્ર જાડેજા સૌથી વધારે ફેકે છે. કહોલીએ કહ્યું હતું કે તેની સાથે જામનગરની કોઈપણ વાત કરી લો. જાડેજા હંમશા કહેતો કે જામનગરમાં બે બિલ્ડિંગ એક ચોખાના દાણા જેટલી નજીક આવી રહી છે. આ બન્ને બિલ્ડિંગ મળી જશે ત્યારે દુનિયાનો વિનાશ થઈ જશે. કોહલીએ વધુમાં કહ્યું હતું કે જાડેજાએ કહ્યું હતું કે જામનગરમાં રાજાનો એક ફોટો ઘોડા પર છે. ઘોડાના બન્ને પગ ઉપર છે. જાડેજા કહેતો હતો કે એક વર્ષ ઘોડાનો જમણો પગ ઉપર જાય છે અને બીજા વર્ષે ઘોડાનો ડાબો પગ ઉપર જાય છે. તમે જ અંદાજ લગાવી લો કે જાડેજા કઈ હદ સુધી ફેકે છે.
જાડેજાએ વર્ષો પછી હાલ આપ્યો જવાબ
આઈપીએલની આ સિઝનમાં રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સની ટીમમાં છે. રાજસ્થાન રોયલ્સના ઓફિસિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમા રવિન્દ્ર જાડેજા પાસેથી આ વાતનો ખુલાસો પુછવામાં આવે છે કે વિરાટ કોહલીએ કહ્યું હતું તે સાચું છે. ત્યારે જાડેજા હસી પડ્યો હતો અને કહ્યું હતું કે એ વાત સાચી છે. પરંતુ મેં કચ્છમાં આવેલી જેસલ તોરલની સમાધિ વિશે આ વાત કરી હતી. કોહલીએ મસાલો નાખીને જામનગરની વાત કરી છે. મેં જેસલ-તોરલની સમાધિ વિશે કહ્યું હતુ જે નજીક આવી રહી છે. તમે નેટ પર જઈ સર્ચ કરી શકો છો. જ્યારે કોહલી મને મળશે ત્યારે તેને હું આ વાત કહીશ.
