Virat Kohli: ટેસ્ટ નિવૃત્તિ પછી વિરાટ કોહલી લંડનમાં કેમ થયો શિફ્ટ, જાણો તેને તેનો શું કર્યો ખુલાસો

વિરાટ કોહલી ભારતમાં ઘણી બધી મિલકતો ધરાવે છે, છતાં તે છોડીને લંડન ગયો. કોહલીના આ પગલાથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. હવે, કોહલીએ ખુલાસો કર્યો છે કે તે ભારત છોડીને લંડન કેમ ગયો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 19 Oct 2025 12:56 PM (IST)Updated: Sun 19 Oct 2025 12:56 PM (IST)
virat-kohli-himself-revealed-why-he-moved-to-london-after-test-retirement-623663

Virat Kohli News: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે IPL જીતી અને પછી લંડન ગયો હતો. દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી રહી છે કે કોહલી લંડન કેમ ગયો, ભલે તે ભારતમાં એક વૈભવી બંગલો ધરાવે છે. વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે, ત્રણ મેચની ODI સિરીઝમાં ભાગ લઈ રહ્યો છે, જેમાંથી પહેલી મેચ આજે પર્થ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન, વિરાટ કોહલીએ સમજાવ્યું છે કે તે લંડન કેમ ગયો.

કારણ જાણો

વિરાટ કોહલીએ જીઓસ્ટાર પર કહ્યું કે, "મને લાગે છે કે મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધીને ઘણો સમય થઈ ગયો છે. હું ફક્ત મારું જીવન જીવી રહ્યો હતો. તમે જાણો છો, હું ઘણા વર્ષોથી ઘણું બધું કરી શક્યો ન હતો. હવે હું મારા પરિવાર અને મારા બાળકો સાથે સમય વિતાવી શકુ છું. તે એક અદ્ભુત સફર રહી છે જેનો મેં ખૂબ આનંદ માણ્યો છે."

કોહલી નિષ્ફળ

કોહલી ઘણા સમય પછી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી આજે તે પહેલી વાર મેદાનમાં ઉતર્યો હતો. જોકે, તેનું વાપસી નિરાશાજનક રહી છે. પર્થમાં પ્રથમ વનડેમાં તેણે ફક્ત આઠ બોલનો સામનો કર્યો અને ખાતું પણ ખોલી શક્યો નહીં. આનાથી ચાહકો નિરાશ થયા. કોહલી આ મેદાન પર મોટી ઇનિંગ્સ રમશે તેવી અપેક્ષા હતી, પરંતુ તે બની શક્યું નહીં.