VIDEO: KKR સામે હારથી તૂટ્યું 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું દિલ, મેદાન પર જ રડી પડ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 28મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેના મુકાબલા બાદ એક અત્યંત ભાવુક દ્રશ્ય જોવા મળ્યું.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 20 Apr 2026 12:30 PM (IST)Updated: Mon, 20 Apr 2026 01:34 PM (IST)
vaibhav-sooryavanshi-crying-after-loss-vs-kkr-in-ipl-2026-viral-video-goes-watch

Vaibhav Sooryavanshi Crying Video, RR vs KKR IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 28મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેના મુકાબલા બાદ એક અત્યંત ભાવુક દ્રશ્ય જોવા મળ્યું. કોલકાતા સામે રાજસ્થાનની હાર બાદ ટીમનો 15 વર્ષીય યુવા ડાબોડી ઓપનર વૈભવ સૂર્યવંશી મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. નિરાશામાં ડૂબેલા આ યુવા ખેલાડીનો રડતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

KKR ના ખેલાડીઓએ પૂરું પાડ્યું ખેલદિલીનું ઉદાહરણ

મેચ પૂર્ણ થયા બાદ પોતાની ટીમને મળેલી હારથી વૈભવ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તે હાર પચાવી શક્યો નહોતો અને તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. 15 વર્ષના આ યુવા ખેલાડીને મેદાન પર રડતો જોઈને KKR ના ખેલાડીઓએ મોટું દિલ રાખીને તેને સાંત્વના આપી હતી. કોલકાતાના ખેલાડીઓએ તરત જ વૈભવ પાસે જઈને તેની હિંમત વધારી હતી, ત્યારબાદ માંડ તે શાંત થઈ શક્યો હતો.

નાની ઉંમરના કારણે વૈભવ પોતાની રમત અને ટીમ પ્રત્યે ખૂબ જ ભાવનાત્મક લગાવ ધરાવે છે. તે હંમેશા પોતાની ટીમને જીતતી જોવા માંગે છે અને જ્યારે ટીમ હારે છે, ત્યારે તે નિરાશા સહન કરી શકતો નથી, જે KKR સામેની મેચ બાદ સ્પષ્ટ જોવા મળ્યું હતું.

પિતાની અપેક્ષાઓ અને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાનું સપનું

મેચ પૂરી થયા બાદ વૈભવ હંમેશા તેના માતાપિતા સાથે ફોન પર વાત કરે છે. તેના પિતા તેને પ્રોત્સાહિત કરતા કહે છે કે, 'મેચ જીતીને જ ઘરે પરત ફરજે.' પિતા અપેક્ષા રાખે છે કે તે દરેક મેચમાં મોટો સ્કોર કરે. વૈભવ પોતે પણ અગાઉ જણાવી ચૂક્યો છે કે તેનો મુખ્ય લક્ષ્યાંક અંત સુધી ક્રીઝ પર ટકી રહેવાનો છે. તે સતત મોટો સ્કોર કરવા માંગે છે અને ભવિષ્યમાં ક્રિસ ગેલના 175 રનના ઐતિહાસિક રેકોર્ડને તોડવાનું સપનું જુએ છે. ટીમના સતત બે પરાજયના કારણે તેને પોતાનું લક્ષ્ય ધૂંધળું થતું લાગતા તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો.

રાજસ્થાન માટે રહ્યો ટોપ સ્કોરર

આ મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇનિંગની શરૂઆત કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરતા માત્ર 28 બોલમાં 46 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તે આ મેચમાં રાજસ્થાન માટે ટોપ સ્કોરર રહ્યો હતો. પોતાની આ ઇનિંગમાં તેણે 164.28 ના સ્ટ્રાઇક રેટથી 6 ચોગ્ગા અને 2 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.

ઓરેન્જ કેપની રેસમાં મજબૂત દાવેદાર

નોંધનીય છે કે, 15 વર્ષનો વૈભવ IPL 2026 માં ઓરેન્જ કેપની રેસમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે. તે હાલમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેનોમાં સામેલ છે. અગાઉ તેણે ઓરેન્જ કેપ પોતાના નામે પણ કરી હતી, પરંતુ અન્ય બેટ્સમેનો આગળ નીકળી જતા તેણે તે ગુમાવી પડી હતી. હાલ તે વિરાટ કોહલીથી માત્ર 1 રન પાછળ છે અને રન બનાવવાની યાદીમાં ચોથા ક્રમે છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં વૈભવે 2 અડધી સદીની મદદથી 246 રન બનાવ્યા છે.