Ind vs WI 5th T20: અંતિમ T20 મેચ ભારે વરસાદને લીધે રદ્દ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝ 2-2થી બરાબર 

વરસાદને લીધે આ અંતિમ મેચ 9-9 ઓવરની રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 10:08 PM (IST)Updated: Sat, 17 Oct 2026 11:04 PM (IST)
india-vs-west-indies-5th-t20-cricket-score-ind-vs-wi-match-scorecard-updates

India vs West Indies 5Th T20 Live Score: ભારત વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ પહેલા વરસાદને લીધે 2.15 કલાક મોડી શરૂ થઈ અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચને 9-9 ઓવરની કરવામાં આવી હતી. 

ભારત વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ પહેલા વરસાદને લીધે 2.15 કલાક મોડી શરૂ થઈ અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચને 9-9 ઓવરની કરવામાં આવી હતી. 

ભારતે 7.4 ઓવરમાં 118 રન બનાવ્યા હતા. પણ વરસાદને લીધે ફરી એક વખત મેચને અટકાવવામાં આવી હતી. આ દરમિયાન મેચ ફરી વખત શરૂ થઈ શકી ન હતી. અમ્પાયર્સે મેચને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લીધે બન્ને ટીમ વચ્ચે ટ્રોફી શેર કરવામાં આવી છે.

 વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ટીમમાં શ્રેયસ અય્યરે બે ફેરફાર કર્યાં હતા. ચાર વર્ષ બાદ ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત શિવમ દુબે પણ પ્લેઇંગ-11માં પરત ફર્યો હતો.

ભારતીય ટીમઃ સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, ભુવનેશ્વર કુમાર

વેસ્ટ ઈન્ડિઝ: શાઈ હોપ (wk), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારીયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, શમર સ્પ્રિંગર, ગુડાકેશ મોટી, શમર જોસેફ