Under-19 મહિલા ક્રિકેટર નંદિનીએ આત્મહત્યા કરી, કેટલાક યુવકોની કડગતથી અંતિમ પગલું ભર્યાંનો આરોપ

BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવતી નંદિનીએ આત્મહત્યા કરી લીધાની આઘાતજનક માહિતી સામે આવી છે. તેલંગાણાના વિકારાબાદની રહેવાસી નંદિનીની કેટલાક સમય અગાઉ જ અંડર-19 ટીમમાં પસંદગી થઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 08:34 AM (IST)Updated: Sat, 14 Nov 2026 08:34 AM (IST)
under19-female-cricketer-nandini-dies-by-suicide-allegations-that-she-took-the-extreme-step-due-to-harassment-by-some-youths

Under 19 Cricketer Nandini Suicide:BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવતી નંદિનીએ આત્મહત્યા કરી લીધાની આઘાતજનક માહિતી સામે આવી છે. તેલંગાણાના વિકારાબાદની રહેવાસી નંદિનીની કેટલાક સમય અગાઉ જ અંડર-19 ટીમમાં પસંદગી થઈ હતી. તેના ઓચિંતા જ અવસાનને લીધે પરિવારને ભારે આઘાત લાગ્યો છે. પરિવારનો આરોપ છે કે નંદિનને અનિલ અને કૃષ્ણા નામની બે વ્યક્તિઓ ખૂબ હેરાન કરતા હોવાથી તેણે આ આઘાતજનક પગલું ભર્યું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તે વિકારાબાદમાં તેની નાનીના ઘરે રહેતી હતી અને અભ્યાસની સાથે સાથે ક્રિકેટ પણ રમતી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે અનિલ નામનો યુવક કેટલાક દિવસોથી પ્રેમના નામે નંદિનીનો પીછો કરી પરેશાન કરતો હતો. અનિલને કૃષ્ણા નામનો એક અન્ય યુવક સાથે આપી રહ્યો હો. નંદિનીના પરિવારે બન્ને યુવકો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ધરપકડ કરવા માટે માંગ કરી છે.

દરમિયાન વિકારાબાદના પોલિસ ઈન્સ્પેક્ટર રઘુએ મીડિયાને માહિતી આપી હતી કે નંદિનીના મોતની પોલીસને સવારે 9 વાગે માહિતી મળી હતી. નંદિનીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરીવારને સોંપી દેવામાં આવ્યો હતો. નંદિનીના મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી છે.

આ સાથે પોલીસ સોશિયલ મીડિયા પરથી પણ માહિતી એકત્રિત કરી રહી છે કે નંદિનીએ એવી તે કઈ સ્થિતિ સર્જાઈ કે તેણે આત્મહત્યા કરવાનું પગલું ભરવું પડ્યું. તેના મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. જેથી તેના કોલ્સ, ડિજિટલ ડેટા તથા ચેટ્સ અંગે તપાસ થઈ શકે. નજીકના સંબંધિઓ અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નંદિની અત્યારે 17 વર્ષની હતી અને તે ક્રિકેટ કરિયરમાં ખૂબ ઝડપભેર આગળ વધી રહી હતી.