Asia Cup Under 19: આજથી અંડર-19 એશિયા કપ આજથી શરૂ થઈ રહ્યો છે. મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સના આક્રમક ઓપનર મ્હાત્રેની કપ્તાની હેઠળ ભારતીય અંડર-19 ટીમ આજે યુએઈ (UAE) સામે ટકરાશે. આ ટુર્નામેન્ટને આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર વિશ્વ કપ માટે ડ્રેસ રિહર્સલ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, તમામનું ધ્યાન એ વાત પર પણ રહેશે કે શું બીસીસીઆઈ (BCCI) આ યુવા ખેલાડીઓને તેમના પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની છૂટ આપશે કે નહીં.
પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહિ
અગાઉ ભારતીય ખેલાડીઓએ ભારતીય સેના અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતા દર્શાવતા સિનિયર પુરુષોના એશિયા કપ, મહિલા વન-ડે વર્લ્ડ કપ અને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, અંડર-19 ક્રિકેટરોની વાત આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે આઈસીસી (ICC) પણ ઇચ્છે છે કે રાજકારણને તેનાથી દૂર રાખવામાં આવે અને ખેલદિલીના સામાન્ય નિયમોનું પાલન કરવામાં આવે.
બોર્ડ દ્વારા મેનેજરને સ્પષ્ટ નિર્દેશો
આ બાબતે બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે છોકરાઓને કોઈ ચોક્કસ સૂચના આપવામાં આવી નથી, પરંતુ દેખીતી રીતે બીસીસીઆઈએ મેનેજર આનંદ દાતારને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. જો ભારતીય છોકરાઓ પાકિસ્તાન ટીમ સાથે હાથ ન મિલાવે, તો મેચ રેફરીને અગાઉથી જાણ કરવી પડશે. અધિકારીના જણાવ્યા મુજબ અમને ખબર છે કે આઈસીસી જુનિયર ક્રિકેટના મામલામાં રાજકારણને આગળ આવવા દેવા માંગતી નથી, તેથી આ ખરાબ છબી અને લોકોની ભાવના બંનેનો મામલો છે.
અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમ
આયુષ મ્હાત્રે (કપ્તાન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ પટેલ, નમન પુષ્પક, ડી દીપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન અને આરોન જ્યોર્જ.
ટુર્નામેન્ટમાં ગ્રૂપની વિગતો
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, યુએઈ, મલેશિયા
ગ્રુપ B: બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ.
