જીત બાદ શાંત ઉભો રહ્યો મોહિત, ઝૂમી ઉઠી ટીમ ઈન્ડિયા: પાકિસ્તાની ખેલાડીઓ સામે થઈ જીતની ઉજવણી; જુઓ VIDEO

મોહિત ઉલ્વાએ અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને જીત અપાવી, આ સાથે ભારતે નવમી વખત અન્ડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Nov 2026 11:02 PM (IST)Updated: Sat, 14 Nov 2026 11:02 PM (IST)
under-19-asia-cup-final-2026-mohit-ulwa-last-ball-four-team-india-victory-celebration-video

Under-19 Asia Cup Final 2026: ટીમ ઈન્ડિયાએ 14 નવેમ્બર, શનિવારના રોજ પાકિસ્તાનને અત્યંત રોમાંચક ફાઈનલ મેચમાં 1 વિકેટથી હરાવીને નવમી વખત અન્ડર-19 એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં અંતિમ બોલે મોહિત ઉલ્વાએ ચોગ્ગો ફટકારીને ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. આ સાથે ભારતીય ટીમ અને સમગ્ર સ્ટાફ મેદાન તરફ દોડી ગયો અને જીતની ઉજવણી કરવા લાગ્યો.

મોહિત ઉલ્વાની અણનમ 49 રનની તોફાની ઈનિંગ

પાકિસ્તાન સામે 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાભારતે એક સમયે 252 રનના સ્કોર પર જ 8 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે. પરંતુ મોહિત ઉલ્વાએ માત્ર 26 બોલમાં અણનમ 49 રનની યાદગાર ઈનિંગ રમીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. અસાધારણ રમત બતાવીનેભારતે 338 રનનો ચેઝ મેચના છેલ્લા બોલે પૂરો કર્યો હતો.

મેદાન પર ઈન્ડિયન ટીમે કરી જીતની ભવ્ય ઉજવણી

ચોગ્ગો ફટકાર્યા બાદ મોહિત શાંત ઊભો રહ્યો, જ્યારે બીજી તરફ ક્રીઝ પર ઊભેલા ચિગુરુપતિ વેંકટાએ તરત જ હેલ્મેટ ઉતારીને હવામાં મુક્કો મારી ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તમામ ભારતીય ખેલાડીઓ બંને હાથ હવામાં ઉઠાવીને મોહિત તરફ દોડવા લાગ્યા હતા, જેમાં આ દોડધામ દરમિયાન એક ભારતીય ખેલાડી લપસીને પડી પણ ગયો હતો.

એક તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સમગ્ર સ્ટાફ જીતની ઉજવણી કરી રહ્યો હતો, તે દરમિયાન યશવીર ગૌડે પાકિસ્તાનના વિકેટકીપર હમઝા ઝહૂર પાસે જઈને મોટેથી બૂમો પાડીને વિજયનો જશ્ન મનાવ્યો હતો. આ સાથે જ આર્યન સવસાની અને કુશાગ્ર ઓઝાએ મેચના નાયક મોહિતને પોતાના ખભા પરઊંચકી લીધો હતો.

રાષ્ટ્રધ્વજ સાથે વિજય યાત્રા, પ્લેયર ઓફ ધ મેચ કોણ?

વિજય બાદ ભારતીય ખેલાડીઓ હાથમાં તિરંગો લઈને મેદાન પર જશ્ન મનાવવા લાગ્યા અને યાદગાર ફોટોશૂટ માટે પોઝ આપ્યા હતા. મોહિત ઉલ્વા રાષ્ટ્રધ્વજ લપેટીને મેદાન પર દોડતો જોવા મળ્યો અને હવામાં પંચ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પોતાની શ્રેષ્ઠ ઈનિંગ માટે મોહિત ઉલ્વાને 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં અદ્ભુત બેટિંગ કરવા બદલ આર્યવીર સહેવાગને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' ખિતાબ મળ્યો હતો.