U19 Asia Cup: પાકિસ્તાન સામે વૈભવ સૂર્યવંશી ફ્લોપ, 171 રન ફટકારનાર બેટ્સમેન સસ્તામાં આઉટ

U19 એશિયા કપ 2025 માં ભારત vs પાકિસ્તાન મેચમાં વૈભવ સૂર્યવંશી પાસેથી મોટી અપેક્ષા હતી, પરંતુ UAE સામે 171 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર બેટ્સમેન આ મેચમાં માત્ર 5 રન બનાવી આઉટ થયો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 14 Dec 2025 12:32 PM (IST)Updated: Sun, 14 Dec 2025 12:32 PM (IST)
u19-asia-cup-2025-vaibhav-suryavanshi-flops-vs-pakistan

Vaibhav Suryavanshi Flopped: અંડર-19 એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ક્રિકેટ ફેન્સને યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) પાસેથી મોટી આશાઓ હતી. જોકે, ગત મેચમાં તોફાની સદી ફટકારનાર વૈભવ આ મહત્વની મેચમાં પોતાનો જાદુ વિખેરવામાં નિષ્ફળ રહ્યો છે અને સસ્તામાં પેવેલિયન ભેગો થયો છે.

સરળ કેચ આપીને ગુમાવી વિકેટ

દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનિંગમાં આવેલા વૈભવે એક બાઉન્ડ્રી સાથે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે લાંબી ઈનિંગ રમી શક્યો નહીં. ચોથી ઓવરમાં પાકિસ્તાનના બોલર મોહમ્મદ સિયામના ધીમા બોલને ડિફેન્સ કરવાના પ્રયાસમાં વૈભવે બોલરને જ એક સરળ કેચ આપી દીધો હતો. આમ, તે માત્ર 6 બોલ રમીને 5 રન બનાવી આઉટ થયો હતો.

ગઈ મેચમાં મચાવી હતી તબાહી

વૈભવ સૂર્યવંશીએ UAE સામેની પાછલી મેચમાં ભારતીય ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી હતી. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ 95 બોલમાં 171 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જેમાં તેણે 180 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 13 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 56 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી.

ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં

UAE સામે 234 રનથી મળેલી શાનદાર જીત બાદ ભારતીય મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરી નથી. કેપ્ટન આયુષ મ્હાત્રેએ તે જ પ્લેઈંગ ઈલેવન પર ભરોસો વ્યક્ત કર્યો છે.

ભારતની પ્લેઈંગ 11: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), ખિલન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ, કનિષ્ક ચૌહાણ.