U19 Asia Cup 2023: દુબઈના ICC એકેડેમી મેદાનથી અંડર-19 એશિયા કપ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે ફરી એકવાર ક્રિકેટ-ફીવર દેશમાં જોવા મળી ગયો છે. પ્રથમ મેચમા જ ભારતે શાનદાર પ્રદર્શન કરી અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવી દીધું છે.
દુબઈમાં ભારતે પોતાની કુશળતા દેખાડતા અફઘાનિસ્તાનને 173 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. આ મેચમાં સ્ટાર ખેલાડી તરીકે ભારતના અર્શિન કુલકર્ણી ઉભરી આવ્યા હતા, તેમણે એક શાનદાર ઇનિંગ રમી હતી. કુલકર્ણીએ 4 ચોગ્ગાની મદદથી 70 રન બનાવીને ભારતને તેના લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું. એટલુંજ નહીં કુલકર્ણીએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું, તેણે 3વિકેટ પણ લીધી હતી. રાજ લિંબાણીએ પણ 3 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
શરૂઆત ભારતના કપ્તાન ઉદય સહરનના ટોસ જીતવાથી થઈ હતી, જેમાં તેમણે બોલીંગ કરવાનો નીર્ણય લીધો હતો. જેમાં અફઘાનિસ્તાન 50 ઓવરમાં માત્ર 173 રન બનાવીને જ ઓલ આઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની ટીમના જમશેદ જાદરાન એ 43 અને નુમન શાહ 25 રન બનાવ્યા, જ્યાં કપ્તાન નસીર ખાન એ 5 રન બનાવ્યા હતા. ત્યાં સામે ભારત એ બોલિંગમાં તેમનું શ્રેષ્ઠ આપ્યું હતું, જેમાં અર્શિન અને રાજે 3-3 વિકેટ લીધી હતી. ઓવરમાં રન આપવાની વાત કરીએ તો, અર્શિને 8 ઓવરમાં 29 રન આપ્યા હતા. જ્યારે રાજે 10 ઓવરમાં 46 રન આપ્યા હતા ત્યાં નમન તિવારીએ 10 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. અભિષેક અને મુશીરને પણ એક-એક વિકેટ મળી હતી.
અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂરો કરવા ભારતની ટીમ પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી અને જબરદસ્ત બેટિંગ કરીને 37.3 ઓવરમાં જ ટાર્ગેટને પાર પાડી દીધો હતો. ભારત માટે ઓપનર અર્શિને 105 બોલનો સામનો કરીને 70 રન બનાવ્યા હતા. ઓપનીંગ કરવા પહોંચેલા આદર્શ સિંહે 12 બોલમાં 14 રન બનાવ્યા હતા. રૂદ્ર પટેલ 5 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ઉદય પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો તે 49 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. પણ મુશીર ખાને મહત્વની ઇનિંગ રમી હતી, 3 ચોગ્ગા સાથે તેણે 53 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અંડર-19 એશિયા કપ 2023ની હવે પછીની મેચ ભારત પાકિસ્તાન સામે રમશે જે 10 ડિસેમ્બરે દુબઈમાં રમાશે. આ પછી ટીમ ભારત 12 ડીસેમ્બરે દુબઈમાં નેપાળ સામે ટકરાશે. આ મેચના સંપૂર્ણ સ્કોર બોર્ડ માટે અહીં ક્લિક કરો
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
