India Tour of New Zealand: BCCI દ્વારા ન્યુઝીલેન્ડ સામે રમાનારી પાંચ મેચોની T20I સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ માટે ટીમની કમાન અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે વિસ્ફોટક બેટ્સમેન તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે અને ટેસ્ટ સિરીઝ માટેની ટીમની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.
ભુવનેશ્વર કુમારની શાનદાર વાપસી
આ ટીમની સૌથી મોટી ખાસિયત અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની લાંબા સમય પછી રાષ્ટ્રીય ટીમમાં વાપસી છે. ભુવીએ છેલ્લા બે IPL સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેમને ફરીથી ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે તેની કારકિર્દીની છેલ્લી T20 મેચ વર્ષ 2022માં નેપિયરમાં રમી હતી.
આ સિવાય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તી પણ પોતાની ફિટનેસ સાબિત કરીને ટીમમાં પરત ફર્યો છે, જ્યારે સ્પિનર રવિ બિશ્નોઈ સ્ક્વોડમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.
T20I સ્ક્વોડ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
ભારત અને ન્યુઝીલેન્ડ T20I સિરીઝનું શેડ્યુલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ T20I મેચોની આ રોમાંચક સિરીઝ 22 ઓક્ટોબર 2026થી શરૂ થશે અને 1 નવેમ્બર સુધી રમાશે.
- 22 ઓક્ટોબર: પ્રથમ T20 (ક્રાઇસ્ટચર્ચ)
- 24 ઓક્ટોબર: બીજો T20 (ક્રાઇસ્ટચર્ચ)
- 27 ઓક્ટોબર: ત્રીજો T20 (વેલિંગ્ટન)
- 30 ઓક્ટોબર: ચોથો T20 (ઓકલેન્ડ)
- 1 નવેમ્બર: પાંચમો T20 (હેમિલ્ટન)
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે 'ભારત A' ટીમની જાહેરાત
BCCI દ્વારા T20 સિરીઝની સાથે 15 સભ્યોની 'ભારત A' સ્ક્વોડની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ ચાર-દિવસીય (First-Class) મેચો રમશે. આ ટીમની કેપ્ટનશિપ ધ્રુવ જુરેલ સંભાળશે, જ્યારે સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને 'સબ્જેક્ટ ટુ ફિટનેસ' (ફિટનેસ સાબિત કરવાના શરતે) ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત A સ્ક્વોડ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, આર સમરન, ઋષભ પંત*, ધ્રુવ જુરેલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, આકીબ નબી, આકાશ દીપ, અંશુલ કંબોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન, યશ રાઠોડ અને મુકેશ કુમાર.
ભારત A મેચોનું શેડ્યુલ
- 24-27 ઓક્ટોબર: પ્રથમ મેચ (લિંકન)
- 31 ઓક્ટોબર - 3 નવેમ્બર: બીજી મેચ (ક્રાઇસ્ટચર્ચ)
- 7-10 નવેમ્બર: ત્રીજી મેચ (લિંકન)
