SRH vs MI Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ ચાલી રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. જે બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે IPL ઈતિહાસનો સૌથી મોટો 278 રનનો ટાર્ગેટ આપી દીધો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સની ટીમે વિસ્ફોટક બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. આ IPLના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ સાથે જ 11 વર્ષ જૂનો રોયલ ચેલેન્જર્સ બેગલુરુનો રેકોર્ડ પણ તોડ્યો છે. RCBએ 23 એપ્રિલ 2013નાં રોજ પુણે વોરિયર્સ સામે 5 વિકેટ ગુમાવીને 263 રન ફટકાર્યા હતા. ત્યારે ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
?????? ?????????!
— IndianPremierLeague (@IPL) March 27, 2024
An all time IPL record now belongs to the @SunRisers ?
Scocrecard ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/eRQIYsLP5n
મેચમાં જોવા મળી આ સીઝનની 2 ફાસ્ટેસ્ટ ફિફ્ટી
સનરાઈઝર્સ ટીમ માટે સૌથી પહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સીઝનની સૌથી ફાસ્ટ ફિફ્ટી ફટકારી. જે બાદ અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડતા 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. હેડની આ સીઝનમાં આ પહેલી મેચ છે. તેણે 24 બોલમાં 62 રન કર્યાં. જ્યારે અભિષેકે 23 બોલમાં 63 રનની ઈનિંગ રમી. જે બાદ છેલ્લે હેનરિક ક્લાસેને 34 બોલમાં 80 રન બનાવી નોટઆઉટ રહ્યો. અને હેડન માર્કરમ 42 રનની જોરદાર ઈનિંગ રમીને ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. મુંબઈ તરફથી હાર્દિક પંડયા, ગેરાલ્ડ કોએત્ઝી અને પીયૂષ ચાવલાએ 1-1 વિકેટ લીધી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
