IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સના નવા કોચિંગ સ્ટાફની જાહેરાત, રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન

મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં કુલ 5 વખત IPL ટાઈટલ જીત્યું છે, અને તમામ 5 ખિતાબ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ જીત્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 31 Oct 2026 03:44 PM (IST)Updated: Sat, 31 Oct 2026 03:44 PM (IST)
ipl-2027-mumbai-indians-new-coaching-staff-announced-rohit-sharma-captain

IPL 2027 News: રોહિત શર્મા IPL 2027 માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે, જ્યારે ટીમ હાર્દિક પંડ્યાને ટ્રેડ કરી શકે છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નવા કોચિંગ સ્ટાફની પણ જાહેરાત કરી દીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં કુલ 5 વખત IPL ટાઈટલ જીત્યું છે, અને તમામ 5 ખિતાબ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ જીત્યા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વર્ષ 2020 પછી એક પણ ખિતાબ જીતી શકી નથી અને રોહિત પણ વર્ષ 2024 થી કેપ્ટન નથી. પરંતુ આવનારી સીઝનમાં રોહિતની મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પુનઃ વાપસી થઈ શકે છે.

વર્ષ 2024 માં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ તેના નેતૃત્વ હેઠળ ટીમને સફળતા ન મળી અને અંદરોઅંદર મતભેદો તથા અણબનાવના અહેવાલ બહાર આવવા લાગ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, હવે એક વાર ફરી રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.

બીજી તરફ, ભારતીય T20 ટીમના મહત્ત્વના સભ્ય તિલક વર્માને મુંબઈ ઈન્ડિયન્સની વાઈસ-કેપ્ટનશીપ (ઉપકપ્તાની) સોંપવામાં આવી શકે છે. જ્યાં સુધી હાર્દિક પંડ્યાનો સવાલ છે, મીડિયા અહેવાલ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ તેના ટ્રેડિંગ અંગે 3 ફ્રેન્ચાઈઝી સાથે વાતચીત કરી રહી છે.

હાર્દિક પંડ્યા વર્ષ 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ છોડીને ગુજરાત ટાઈટન્સમાં જોડાયો હતો અને તેની પ્રથમ સીઝનમાં જ ટીમની કેપ્ટનશીપ કરીને ખિતાબ જીતાડ્યો હતો. પરંતુ, ગુજરાતમાં 2 સીઝન રહ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન તરીકે તેની વાપસી ફીકી અને નિષ્ફળ રહી હતી.

છેલ્લા 6 વર્ષથી ખિતાબ માટે તરસી રહેલી મુંબઈ ઈન્ડિયન્સે આવનારી સીઝન માટે ખુદને નવા સિરેથી તૈયાર કરવાનો નિર્ણય લીધો છે અને તે જ કારણે કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

  • હેડ કોચ: કાયરન પોલાર્ડનેટીમનો હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • બેટિંગ કોચ: રોબિન ઉથપ્પાને બેટિંગ કોચની જવાબદારી આપવામાં આવી.
  • બોલિંગ કોચ: મિચેલ મેક્લેનઘનને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
  • ડેવલપમેન્ટ બોલિંગ કોચ: ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બોલિંગ કોચનું પદ સોંપવામાં આવ્યું.
  • ફિલ્ડિંગ કોચ: ભારતીય ટીમ સાથે કામ કરી ચૂકેલા ટી. દિલીપની નિયુક્તિ કરવામાં આવી.