LSG Retained Players List for IPL 2026: LSG ટીમે ડેવિડ મિલર સહિત 8 ખેલાડીઓને રિલીઝ કર્યા, જુઓ રિટેઈન-રિલીઝની અંતિમ યાદી

લખનઉ સુપરજાયન્ટ્સે IPL ટ્રેડ દ્વારા પોતાના બોલિંગ આક્રમણને વધારે ધાર આપી છે. LSGએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને SRH અને અર્જુન તેંડુલકરને MI પાસેથી ટ્રેડ કર્યા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 15 Nov 2025 07:58 PM (IST)Updated: Sat 15 Nov 2025 07:58 PM (IST)
sports-news-lsg-retained-players-list-for-ipl-2026-lucknow-super-giants-squad-638790
HIGHLIGHTS
  • IPL 2025માં લખનઉની ટીમ માત્ર 6 મેચ જીતીને સાતમા ક્રમે રહી હતી
  • LSG ફ્રેન્ચાઈઝીએ રૂ. 27 કરોડની ઊંચી કિંમતે પંતને ટીમમાં સામેલ કર્યો હતો

Sports News, LSG Retained Players List for IPL 2026: લખનઉ સુપરજાયન્ટ્સ ટીમ IPL 2026 મીની ઓક્શન માટે તૈયાર છે. IPL 2025 માં LSGનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. રિષભ પંતની કેપ્ટનશિપમાં લખનઉએ ગત સિઝનમાં ફક્ત 6 મેચ જીતીને સાતમા સ્થાને રહી હતી.

ગત સિઝનમાં LSG ટીમમાં સાતત્યતાનો અભાવ જોવા મળ્યો હતો. એક પછી એક ખેલાડીઓને ઈજા તેમ કમચલાઉ મિડલ ઑર્ડર પર પણ ટીમની સમસ્યા રહી હતી. IPL 2026 પહેલા લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પોતાની ફાસ્ટ બૉલિંગના આક્રમણને વધારે ધાર આપવા બે મોટી ડીલ કરી છે.

લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી અર્જુન તેંડુલકરને ટ્રેડ કર્યો છે.જ્યારે LSG ટીમે મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને રિલીઝ કર્યો છે. હવે લખનઉની ટીમ રૂ. 22.95 કરોડ રૂપિયા લઈને ઑક્શનમાં ઉતરશે.

2025માં લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન
IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે રૂ. 27 કરોડની સૌથી ઉંચી કિંમતે રિષભ પંતને ટીમમાં સામેલ કર્યો હતો. ફ્રેન્ચાઈઝીને આશા હતી કે, પંત ટીમને પ્રથમ IPL ટાઈટલ અપાવી શકશે. જો કે પંત તેમજ અને વિદેશી ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન અને અન્ય ખેલાડીઓને થતી ઈજાના પરિણામે ટીમની પ્લે ઑફમાં પહોંચવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતુ.

ટીમના ડેવિડ મિલર, રવિ બિશ્નોઈ અને આકાશદીપ જેવા સિનિયર ખેલાડીઓ ખાસ કશું જ ઉકાળી શક્યા નહતા. જ્યારે ફાસ્ટ બૉલર મયંક યાદવ સિઝનમાં મોટાભાગે ઈજાગ્રસ્ત રહ્યો.

LSG IPL 2026 Released Players List: લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ મોટા ફેરફાર કરવાનું વિચારી રહી છે. ટીમ તેના સ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરને રિલીઝ કર્યો છે. આ સિવાય આર્યન જુયાલ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરકર, શાર્દુલ ઠાકુર, આકાશદીપ, રવિ બિશ્નોઈ અને શમર જોસેફને રિલીઝ કર્યા છે.

LSG IPL 2026 Retained Players List: લખનઉ સુપરજાયન્ટ્સ એક મજબૂત ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને વિશ્વસનીય વિદેશી ક્રિકેટરો સાથે ટીમને વધારવા માંગે છે. લખનઉ ટીમે અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકી, હિમાદ સિંહ, રિષભ પંત, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શીન કુલકર્ણી, મોહમ્મદ શમી (ટ્રેડ), મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને આકાશ સિંહને રિટેન કર્યા છે.

ટ્રેડમાં કોઈ IN કોણ OUT: લખનઉ સુપરજાયન્ટ્સે IPL ટ્રેડ દ્વારા પોતાના બોલિંગ આક્રમણને વધારે ધાર આપી છે. LSGએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને SRH અને અર્જુન તેંડુલકરને MI પાસેથી ટ્રેડ કર્યા. જે પૈકી શાર્દુલ ઠાકુરને MI સાથે રૂ 2 કરોડમાં ટ્રેડ કરવામાં આવ્યો છે.

IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સની સંભાવિત ટીમ

બેટર્સ અને વિકેટ કીપર્સઃ રિષભ પંત (કેપ્ટન), નિકોલસ પુરન, એડેન માર્કરમ

ઑલરાઉન્ડર્સઃ મિચેલ માર્શ, શાહબાજ અહેમદ, આયુષ બદોની, અર્શિન કુલકર્ણી, અર્જુન તેંડુલકર

સ્પિનર્સઃ દિગ્વેશ રાઠી અને એમ સિદ્ધાર્થ

ફાસ્ટ બોલરઃ મોહમ્મદ શમી, આવેશ ખાન, મયંક યાદવ અને વિલિયમ રુડકી

નવોદિત ખેલાડીઃ પ્રિન્સ યાદવ