Sports Desk, MI Retained Players List for IPL 2026: IPL 2026 મીની ઓક્શન પહેલા મુંબઈ ઇન્ડિયન્સે તેમની રિટેન કરેલી યાદી જાહેર કરી છે. ફ્રેન્ચાઇઝીએ ટ્રેડ દ્વારા શાર્દુલ ઠાકુરનો સમાવેશ કર્યો છે. તેમણે લખનઉ સુપર જાયન્ટ્સમાંથી અર્જુન તેંડુલકરને બદલી નાખ્યો છે. એટલે કે હવે અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન તરફથી નહી રમે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ સહિત 20 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે રીસ ટોપ્લે અને બેવોન જેકબ્સ સહિત 8 ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને રીટેન કર્યાં (MI Retained Players List IPL 2026)
એ.એમ. ગઝનફર, અશ્વની કુમાર, કોર્બિન બોશ, દીપક ચહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, મયંક માર્કંડે (ટ્રેડ), મિશેલ સેન્ટનર, નમન ધીર, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, રોબિન મિન્ઝ, રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, શાર્દુલ ઠાકુર (ટ્રેડ), શેરફેન રધરફોર્ડ (ટ્રેડ), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, વિલ જેક્સ
Heading into the #TATAIPLAuction, already looking like a... 𝗪𝗢𝗪 😍💙 pic.twitter.com/WnV6jkW78w
— Mumbai Indians (@mipaltan) November 15, 2025
મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યાં (MI Released Players List IPL 2026)
બેવોન જેકબ્સ, કર્ણ શર્મા, લિઝાર્ડ વિલિયમ્સ, મુજીબ ઉર રહેમાન, પી.એસ.એન. રાજુ, રીસ ટોપલી, વિગ્નેશ પુથુર, કેએલ શ્રીજીત
MI Remaining Purse: હવે મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં કેટલા પૈસા બચ્યા?
8 ખેલાડીઓને રિલીઝ કર્યા પછી, MI પાસે તેના પર્સમાં રૂ. 2.75 કરોડ રૂપિયા બાકી છે. જેનો ઉપયોગ તે મીની-ઓક્શનમાં ખેલાડીઓ માટે બોલી લગાવવા માટે કરશે.
MIએ IPL ટાઇટલ ક્યારે જીત્યું?
2013 - મુંબઈ ઇન્ડિયન્સે CSK ને હરાવ્યું
2015 - મુંબઈ ઇન્ડિયન્સે CSK ને હરાવ્યું
2017 - મુંબઈ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને હરાવ્યું
2019 - મુંબઈ ઇન્ડિયન્સે CSK ને હરાવ્યું
2020 - મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
