Shreyas Iyer In Racing: મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે (MFRL) સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને ભારતના પ્રથમ અધિકૃત Formula 1® પ્રોગ્રામ માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. મુંબઈ ફાલ્કન્સને સત્તાવાર Formula 1® દ્વારા માન્યતા પ્રાપ્ત સિમ રેસિંગ સ્પર્ધા આયોજિત કરવાનો અધિકાર આપતા કરાર હેઠળ યોજાનારી F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026, દેશભરમાં ઉભરી રહેલી પ્રતિભાઓ માટે રાષ્ટ્રીય સ્તરનું સ્પર્ધાત્મક પ્લેટફોર્મ ઊભું કરશે.
આ નિયુક્તિ મુંબઈ ફાલ્કન્સની સ્પોર્ટ્સ કલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની વ્યૂહરચનાને રજૂ કરે છે, જે વિવિધ રમતોના ક્ષેત્રોને આવરી લે છે.
શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટમાં સતત મેચ વિનર્સ પૈકીના એક ખેલાડી તરીકે અને વિવિધ ફોર્મેટમાં નેતૃત્વ કરનાર તરીકે પોતાની મજબૂત ઓળખ બનાવી છે. મેદાન બહાર પણ, તે યુવા સંસ્કૃતિમાં ઝડપથી પ્રભાવ વધારી રહ્યો છે અને તેનો ચાહક વર્ગ પરંપરાગત ક્રિકેટ ફેનની પણ આગળ વધ્યો છે.
તેની ક્ષમતાઓ અને સિદ્ધિઓ ઉચ્ચ સ્તરના પ્રદર્શન, અનુકૂલનક્ષમતા અને ભારતની ડિજિટલ યુગની સ્પોર્ટ્સ જનરેશન સાથે સીધું જોડાણ દર્શાવે છે, જે તેને આ ચેમ્પિયનશિપ માટે યોગ્ય ચહેરો બનાવે છે.
રમત હંમેશા તમારી વિશેષતા શોધવાની અને તે મુજબ શિસ્તબદ્ધ રીતે આગળ વધવાની વાત છે. જ્યારે મેં સાંભળ્યું કે મુંબઈ ફાલ્કન્સ યુવાનોને તેમની હાલની સ્થિતિથી તેમની ભવિષ્યની સંભાવનાઓ સુધી પહોંચાડવા માટે એક સચોટ માર્ગ બનાવી રહી છે, ત્યારે મને વધુ સમજાવવાની જરૂર પડી નહીં. આ એવી પહેલ છે, જેનો હું બાળપણમાં હિસ્સો બનવા માંગતો હતો અને હવે આ પ્રયાસનો ભાગ બનવાનો મને ગર્વ છે,એમ ભારતના ઓફિશ્યિલ Formula 1® પ્રોગ્રામ ના બ્રાન્ડ એમ્બેસેડર શ્રેયસ ઐયરે જણાવ્યું.
