શાઈ હોપે વિસ્ફોટક સદી ફટકારીને રચ્યો ઇતિહાસ, ક્રિસ ગેઈલ અને વિરાટ કોહલીના મોટા રેકોર્ડ્સ તોડ્યા

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારત સામે શાનદાર સદી ફટકારીને ટી20 ક્રિકેટમાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ ગેઈલનો રેકોર્ડ પાછળ છોડી હોપ વિન્ડીઝ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 14 Oct 2026 11:38 PM (IST)Updated: Wed, 14 Oct 2026 11:38 PM (IST)
shai-hopes-explosive-century-shatters-gayle-kohli-records

IND vs WI: હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 50 બોલમાં શાનદાર સદી ફટકારીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. ચાલુ સિરીઝમાં શાઈ હોપનું આ બીજી સેન્ચુરી છે. આ અગાઉ બીજા મુકાબલામાં પણ તેણે સદી ફટકારીને ભારત સામે 250 રનના વિશાળ લક્ષ્યાંકને સફળતાપૂર્વક ચેઝ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ ધ્વસ્ત

આ સદી સાથે શાઈ હોપે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  • શાઈ હોપના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની આ ત્રીજી સદી છે.
  • આ સાથે જ તે વેસ્ટ ઈન્ડિઝ માટે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
  • અગાઉ આ રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે હતો,જ્યારે ગેઈલે વિન્ડીઝ માટે 2 ટી20 સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ માટે ટી20માં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

શાઈ હોપ - 3 સદી

ક્રિસ ગેઈલ - 2 સદી

જ્હોન્સન ચાર્લ્સ - 1 સદી

રોવમેન પોવેલ - 1 સદી

વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની ક્લબમાં એન્ટ્રી

શાઈ હોપે ભારત વિરુદ્ધ અર્ધશતક ફટકારતાની સાથે જ એક ખાસ ક્લબમાં સ્થાન મેળવી લીધું હતું. તે ફૂલ મેમ્બર દેશો સામે કોઈ એક જ ટી20 સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.

ખાસ કરીને, વિદેશી ધરતી પર કોઈ એક ટી20 સિરીઝમાં ત્રણ વખત 50+ રન બનાવનાર શાઈ હોપ દુનિયાનો પહેલો ખેલાડી બન્યો છે.

વિરાટ કોહલી - 3 વખત (બનામ ઈંગ્લેન્ડ, 2021 - ઘર આંગણે)

સૂર્યકુમાર યાદવ - 3 વખત (બનામ ન્યુઝીલેન્ડ, 2026 - ઘર આંગણે)

સાહિબજાદા ફરહાન - 3 વખત (બનામ શ્રીલંકા, 2026 - ઘર આંગણે)

શાઈ હોપ - 3 વખત (બનામ ભારત, 2026 - વિદેશી ધરતી પર)

અન્ય મોટા રેકોર્ડ્સ અને માઈલસ્ટોન

ગેઈલની બરોબરી: શાઈ હોપે વેસ્ટ ઈન્ડિઝ માટે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર (16 વખત) કરવાના મામલે ક્રિસ ગેઈલની બરાબરી કરી લીધી છે. આ યાદીમાં એવિન લુઈસ (15 વખત) બીજા ક્રમે છે.

2000 રન પૂરા: આ મેચ સાથે જ શાઈ હોપ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 રન પૂરા કરનાર વેસ્ટ ઈન્ડિઝનો ચોથો બેટ્સમેન પણ બની ગયો છે.