CSK vs DC:દિલ્હી કેપિટલ્સ સામે રમતા ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર બેટ્સમે સંજુ સેમસને શાનદાર ઈનિંગનું પ્રદર્શન કર્યું છે. સંજુએ 52 બોલમાં તેની સદી પૂરી કરી હતી. તેણે આ ઈનિંગ સાથે જ T20 ક્રિકેટમાં 400 સિક્સર પણ પૂરી કરી છે.
સેમસન આ અગાઉ IPL 2026માં ફ્લોપ રહ્યો હતો અને તેના ફોર્મ અંગે વ્યાપક ચિંતા જોવા મળતી હતી. સંજુ T20 World Cup 2026માં શાનદાર ફોર્મમાં હતો, પણ IPLમાં આવતાની સાથે જ તે ખાસ કોઈ પર્ફોમન્સ આપી શક્યો ન હતો.
આ પણ વાંચો
સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. અલબત દિલ્હી કેપિટલ્સ સામે તેણે જોરદાર વાપસી કરી. તેણે માત્ર સદી ફટકારી જ નહીં પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદીમાં પણ જોડાયો. તેણે T20 ક્રિકેટમાં 400 છગ્ગા ફટકાર્યા હતા, જે આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે.
સંજુ સેમસને લગાવી સદી
IPL 2026 અગાઉ સંજુને ચેન્નાઈએ રાજસ્થાન રોયલ્સથી ટ્રેડ મારફતે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સંજોગોમાં CSKને આશા હતી કે T20 World Cupના ફોર્મને જાળવી રાખશે, જોકે પ્રથમ ત્રણ મેચમાં સારી રમત દર્શાવી શક્યો ન હતો. ત્રણ મેચ બાદ સેમસને આજે તેનું શાનદાર બેટિંગ દર્શાવ્યું અને માત્ર 52 બોલમાં જ સદી ફટકારી. તેણે IPL કરિયરમાં આ ચોથી સદી છે. તેણે પોતાની IPL કરિયરમાં 5 વર્ષ બાદ આ સદી ફટકારી છે. તે અગાઉ વિકેટકીપર બેટ્સમેને વર્ષ 2021માં પંજાબ સામે સદી ફટકારી હતી.
T20માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન
- રોહિત શર્મા - 554 સિક્સર
- વિરાટ કોહલી- 440 સિક્સર
- સૂર્યકુમાર યાદવ - 421 સિક્સર
- સંજુ સેમસન- 400* સિક્સર
- એમએસ ધોની - 350 સિક્સર
- હાર્દિક પંડ્યા - 333 સિક્સર
- કેએલ રાહુલ - 332 સિક્સર
