Vijay Hazare Trophy 2025-26: સંજુ સેમસને નવા વર્ષનું કર્યું શાનદાર સ્વાગત; વિશ્વકપ અગાઉ તોફાની સદી ફટકારી આકરો મિજાજ દેખાડ્યો

તેણે 106.32 સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા સંજુએ 95 બોલમાં 101 રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન, કેરળના આ બેટ્સમેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 03 Jan 2026 06:18 PM (IST)Updated: Sat 03 Jan 2026 08:23 PM (IST)
sanju-samson-hundred-in-vijay-hazare-trophy-2025-26-jharkhand-vs-kerala-vht-667465

Vijay Hazare Trophy 2025-26: કેરળના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને નવા વર્ષનું સ્વાગત સ્વેગ સાથે કર્યું છે. વિજય હજારે ટ્રોફીમાં તેણે ઝારખંડ સામે સદી ફટકારી છે. 106.32 સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા સંજુએ 95 બોલમાં 101 રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન, કેરળના આ બેટ્સમેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા.

સંજુનો ODI ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો

ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી.જોકે સંજુનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી અને 2026 ODI વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમનો ભાગ છે.

શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરી રહ્યો હતો, જેના કારણે સંજુને તકો મળી શકી નહીં. જોકે પસંદગીકારોએ ગિલને વર્લ્ડ કપ અને ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો છે. તેનાથી સંજુ માટે ઇનિંગની શરૂઆત કરવાનો માર્ગ મોકળો થયો છે. તે અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે.

કેરળે મેચ જીતી

આ મેચમાં કેરળે ઝારખંડને 8 વિકેટથી હરાવ્યું હતું. ઝારખંડે કુમાર કુશાગ્ર (143)ની અણનમ સદી અને અનુકુલ રોય (72)ની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા. જવાબમાં સંજુ અને કેપ્ટન રોહન કુન્નુમલની સદીની મદદથી કેરળે 44મી ઓવરમાં ફક્ત 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યું હતું.

કેપ્ટન રોહન કુન્નુમ્મલે 78 બોલમાં 124 રન બનાવ્યા. કેરળના કેપ્ટને પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા. બાબા અપરાજિત 41 અને વિષ્ણુ વિનોદ 40 રન બનાવીને અણનમ રહ્યો હતો.