VIDEO: કેપ્ટન ટેમ્બા બવુમા અને ક્વિન્ટન ડી કોક વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો થયો વાયરલ; જાણો કયા મુદ્દે થયો વિવાદ

ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન મેદાન પર જ ટેમ્બા બવુમા અને ક્વિન્ટન ડી કોક DRS મુદ્દે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 28 Sep 2026 03:13 PM (IST)Updated: Mon, 28 Sep 2026 03:13 PM (IST)
sa-vs-aus-2nd-odi-quinton-de-kock-temba-bavuma-argument-drs-controversy
Temba Bavuma and Quinton de Kock Arguments

Temba Bavuma and Quinton de Kock Arguments: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ દરમિયાન મોટો વિવાદ જોવા મળ્યો હતો. વિકેટકીપર ક્વિન્ટન ડી કોક એક DRS કૉલને લઈને ટીમના કેપ્ટન ટેમ્બા બવુમા સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. આ વિવાદનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો જાણવા માંગે છે કયા મુદ્દે આ વિવાદ સર્જાયો હતો.

ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બવુમા વચ્ચે ઉગ્ર બોલાચાલી

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલર લિઝાર્ડ વિલિયમ્સનો એક બોલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બાર્ટલેટના પેડ પર વાગ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે LBW માટે અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો.

અમ્પાયરે આઉટ ન આપતા વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે DRS લેવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ કેપ્ટન ટેમ્બા બવુમા રિવ્યુ લેતા પહેલા વિચારવા માટે થોડો સમય લઈ રહ્યા હતા. બવુમા સમય લઈ રહ્યા હોવાથી ડી કોક તેમના પર ચિડાઈને બૂમો પાડવા લાગ્યો હતો.

 

ડી કોકનું આ વર્તન કેપ્ટન બવુમાને ન ગમ્યું અને તેમણે સ્પષ્ટ કહ્યું કે, રિવ્યુ માંગતા પહેલા નિર્ણય લેવા માટે સમય લેતી વખતે તેમના પર ચીસો પાડવાની જરૂર નથી. આ બાબતે બંને ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ ઉગ્ર દલીલ થઈ ગઈ હતી. પરિસ્થિતિ બગડતી જોઈ સાથી ખેલાડી માર્કો યાન્સને વચ્ચે પડીને ડી કોકને શાંત પાડ્યો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, ફેન્સના રિએક્શન

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્રિકેટ ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.કેટલાક ફેન્સનું માનવું છે કે કેપ્ટન સાથે ડી કોકનું આ પ્રકારનું વર્તન અત્યંત અપમાનજનક હતું. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે હાઈ-પ્રેશર મેચોમાં આ પ્રકારની બાબતો સામાન્ય રીતે બનતી હોય છે.

ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા મેચનું પરિણામ શું આવ્યું?

મેદાન પર થયેલા આ હોબાળા વચ્ચે પણ દક્ષિણ આફ્રિકાની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચોની આ વન-ડે સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 32 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ આફ્રિકન ટીમે સિરીઝમાં 2-0 નીઅજેય સરસાઈ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વન-ડે મેચ 67 રનથી જીતી હતી.

બવુમા અને મિલરની વિસ્ફોટક સદી: આફ્રિકાના 365 રન

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 365 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બવુમાએ કેપ્ટનશીપ ઈનિંગ રમતા 103 રનની શાનદાર સદી ફટકારી હતી. મિલરે વિસ્ફોટક ઈનિંગ રમતા માત્ર 93 બોલમાં 142 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડ્સે 5 વિકેટ ઝડપી, જ્યારે જોશ હેઝલવુડે 3 વિકેટ મેળવી હતી.

366 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા 333 રને ઓલઆઉટ

366 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 49.5 ઓવરમાં 333 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે 84-84 રનની ઈનિંગરમીને પ્રથમ વિકેટ માટે 130 રનની મજબૂત ભાગીદારી કરી હતી. માર્શ અને હેડ આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સસ્તામાં આઉટ થતા રહ્યા હતા અને માત્ર બાર્ટલેટ જ 50 રન બનાવી શક્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી લિઝાર્ડ વિલિયમ્સે 3 વિકેટ ઝડપી હતી.