Rohit Sharma 16000 Runs Cricket Record: ધર્મશાલામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 વનડે મેચની સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં વરસાદના વિઘ્નને કારણે ઓવર ઘટાડીને 25-25 ઓવરની કરવામાં આવી હતી. આ મેચમાં કેપ્ટન શુભમન ગિલના 84 રનની મદદથી ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. બીજી તરફ આ મેચ દરમિયાન રોહિત શર્માએ બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
સૌથી ઓછી ઇનિંગ્સમાં 16,000 ઇન્ટરનેશનલ રન
આ પણ વાંચો
રોહિત શર્માએ પોતાની ઇનિંગ્સ દરમિયાન છગ્ગો ફટકારીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે 16,000 રન પૂરા કર્યા હતા. આ સાથે જ તે સૌથી ઓછી 384 ઇનિંગ્સમાં 16 હજાર ઇન્ટરનેશનલ રન બનાવનાર ઓપનર બની ગયો છે. તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે.
સૌથી ઝડપી 16,000 રન બનાવનાર ઓપનર
- રોહિત શર્મા: 384 ઇનિંગ્સ
- ડેવિડ વોર્નર: 390 ઇનિંગ્સ
- ગ્રીમ સ્મિથ: 392 ઇનિંગ્સ
- વીરેન્દ્ર સેહવાગ: 393 ઇનિંગ્સ
- ક્રિસ ગેલ: 415 ઈનિંગ્સ
વીરેન્દ્ર સેહવાગ (16,119 રન) પછી આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવનાર રોહિત બીજો ભારતીય ઓપનર છે. નોંધનીય છે કે, મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ઓપનર તરીકે 15,335 રન નોંધાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યા (19,298 રન) ના નામે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર
- 19,298 - સનથ જયસૂર્યા
- 18,867 - ક્રિસ ગેલ
- 18,744 - ડેવિડ વોર્નર
- 16,950 - ગ્રીમ સ્મિથ
- 16,120 - ડેસમંડ હેન્સ
- 16,119 - વીરેન્દ્ર સેહવાગ
- 16,119 - રોહિત શર્મા
- 15,335 - સચિન તેંડુલકર
ભારત માટે ODI રમનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર
પોતાના શાનદાર ફોર્મ ઉપરાંત રોહિત શર્માએ આ મેચમાં ઉંમરને લગતો એક મોટો ભારતીય રેકોર્ડ પણ તોડ્યો છે. રોહિત શર્મા 39 વર્ષ અને 44 દિવસની ઉંમરે મેદાનમાં ઉતરીને ભારત માટે વન-ડે રમનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ દિગ્ગજ ખેલાડી મોહિન્દર અમરનાથના નામે હતો.
- 39 વર્ષ 44 દિવસ: રોહિત શર્મા*
- 39 વર્ષ 36 દિવસ: મોહિન્દર અમરનાથ
- 38 વર્ષ 329 દિવસ: સચિન તેંડુલકર
- 38 વર્ષ 248 દિવસ: રાહુલ દ્રવિડ
- 38 વર્ષ 118 દિવસ: સુનિલ ગાવસ્કર
- 38 વર્ષ 2 દિવસ: એમએસ ધોની
આ પણ વાંચો: IND vs AFG: ગુરનૂર-હર્ષ ડેબ્યુ મેચમાં મળી ઈતિહાસ રચ્યો, 3-3 વિકેટ લઈ બન્યાં સ્પેશિયલ યાદીનો ભાગ
શુભમન ગિલની ભૂલથી થયો રોહિત રનઆઉટ
બે મોટા રેકોર્ડ્સ બનાવવા છતાં રોહિત શર્મા આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તેણે 16 બોલનો સામનો કરીને 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલા સાથી ખેલાડી શુભમન ગિલ સાથેના તાલમેલના અભાવને કારણે રોહિત રનઆઉટ થયો હતો. આ રનઆઉટ બાદ તે નાખુશ જોવા મળ્યો અને ગિલની તરફ જોયા વિના જ નિરાશા સાથે પેવેલિયન પરત ફર્યો હતો.
