RCB vs GT :I PL 2026ની ફાઈનલ મેચ ક્રિકેટ ફેન્સ માટે ખાસ રોમાંચક હોય છે. જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઈટન્સ (RCB Vs GT) ખિતાબ માટે આજે મેચ રમશે. આ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.બન્ને ટીમ પૂરી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. બન્ને ટીમોની નજર પોતાની બીજી IPL ખિતાબ પર ટકેલી છે.
ગુજરાત ટાઈટન્સે 2022માં રાજસ્થાન રોયલ્સને હરાવીને આ જ મેદાન પર પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ 18 વર્ષની રાહ જોયા પછી આ જ મેદાન પર પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું, જેમાં તેણે પાછલી સીઝન, IPL 2025માં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. હવે બંને ટીમો બીજી વખત ચેમ્પિયન બનવાનું લક્ષ્યાંક રાખશે.
આ પણ વાંચો
બધાની નજર હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કઈ ટીમનો હાથ ઉપર છે તેના પર છે. RCB વિરુદ્ધ GT મુકાબલામાં અત્યાર સુધી કઈ ટીમનો હાથ ઉપર છે તે જોવા માટે આંકડાઓ પર એક નજર કરીએ.
RCB vs GT: બંને ટીમો વચ્ચે સામસામે મુકાબલો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ (RCB vs GT) અત્યાર સુધી IPLમાં કુલ નવ મેચ રમી ચૂક્યા છે. RCB એ આમાંથી પાંચ મેચ જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સે ચાર મેચ જીતી છે.આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે ખૂબ જ નજીકની સ્પર્ધા રહી છે.
જોકે RCB હેડ-ટુ-હેડ રેકોર્ડમાં (RCB vs GT) થોડી આગળ છે ગુજરાતે પણ ઘણી વખત બેંગલુરુને કઠિન ટક્કર આપી છે.બંને ટીમોમાં મેચ વિજેતા ખેલાડીઓ હોય છે, જે તેમની મેચ હંમેશા રોમાંચક બનાવે છે.
આ સ્થિતિમાં IPL 2026 ની ફાઇનલ એક નજીકની સ્પર્ધા હોઈ શકે છે. જ્યારે આંકડા RCB ની તરફેણ કરે છે ત્યારે બંને ટીમો પાસે ટાઇટલ જીતવાની સમાન તક છે.
IPL 2026 માં RCB નું પ્રદર્શન
IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ટીમે લીગ સ્ટેજમાં 14 મેચમાંથી 9 જીતી અને 5 હારીને 18 પોઈન્ટ મેળવ્યા. શ્રેષ્ઠ નેટ રન રેટ (+0.783) ને કારણે RCB પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી અને ક્વોલિફાયર 1 માટે સીધા ક્વોલિફાય થઈ.
કેપ્ટન રજત પાટીદારના નેતૃત્વ હેઠળ ટીમે સમગ્ર સિઝન દરમિયાન સંતુલિત ક્રિકેટ રમી. બેટથી, કેપ્ટન રજત પાટીદાર, દેવદત્ત પડિકલ અને વિરાટ કોહલી, અન્ય ખેલાડીએ સતત રન બનાવ્યા, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે મહત્વપૂર્ણ ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ક્વોલિફાયર 1 માં ગુજરાત ટાઇટન્સને હરાવીને RCB સતત બીજી સિઝનમાં ફાઇનલમાં પહોંચ્યું. લીગ સ્ટેજમાં ટોચ પર રહ્યા બાદ બેંગલુરુ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે અને તેને તેમના બીજા IPL ટાઇટલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ગુજરાત ટાઇટન્સનું IPL 2026 માં પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સે IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું, 14 લીગ મેચોમાં 9 જીત અને 5 હાર સાથે 18 પોઈન્ટ મેળવ્યા. ટીમે સમગ્ર સિઝન દરમિયાન સાતત્યપૂર્ણ ક્રિકેટ રમી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી.
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાતનો ટોપ ઓર્ડર ટીમની સૌથી મોટી તાકાત સાબિત થયો છે. ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલરે સતત સ્કોરિંગ સાથે મજબૂત શરૂઆત આપી, જ્યારે કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને બોલમાં નોંધપાત્ર યોગદાન આપ્યું.
ગુજરાત ક્વોલિફાયર 1માં RCB સામે હારી ગયું હોવા છતાં ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને હરાવીને તેઓએ નોંધપાત્ર વાપસી કરી અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ગુજરાત હવે તેના બીજા IPL ટાઇટલ પર નજર રાખી રહ્યું છે.
