મેદાન પર રાશિદ ખાનનો ચમત્કાર, હવામાં ડાઈવ લગાવીને પકડ્યો શિવમ દુબેનો અવિશ્વસનીય કેચ; જુઓ વિડિયો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન અફઘાન સ્ટાર રાશિદ ખાને શિવમ દુબેનો હવામાં ડાઈવ લગાવીને એક અવિશ્વસનીય કેચ ઝડપ્યો હતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 17 Sep 2026 11:52 PM (IST)Updated: Thu, 17 Sep 2026 11:52 PM (IST)
rashid-khans-magic-on-the-cricket-field-took-an-unbelievable-catch-of-shivam-dube-by-diving-through-the-air-watch-the-video

India vs Afghanistan 3rd T20 Highlights: ક્રિકેટના રણમેદાનમાં ક્યારે શું જોવા મળી જાય તે કોઈ કહી શકતું નથી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ટી-20 મેચ દરમિયાન કંઈક અવિશ્વનીય જ જોવા મળ્યું, જેને જોઈને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો તેમજ ટીવી સ્ક્રીન સામે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અફઘાનિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર અને સ્ટાર ખેલાડી રાશિદ ખાને પોતાની ચપળતા અને ફીલ્ડિંગના જોરે એક એવો ચમત્કારિક કેચ ઝડપ્યો કે જેની ચર્ચા હાલ ચારેય બાજુ થઈ રહી છે.

16મી ઓવરમાં આવ્યો રોમાંચક વળાંક

ભારતીય ટીમની બેટિંગ દરમિયાન ઇનિંગ્સની 16મી ઓવર ચાલી રહી હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઓમરઝાઈ ઓવર નાખી રહ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર ક્રીઝ પર સેટ થઈ રહેલા વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબે એ મોટો શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બેટ અને બોલનો સચોટ સંપર્ક થતાં જ બોલ હવામાં ઊંચે ગયો અને લોંગ-ઓન (Long-on)ની દિશામાં બાઉન્ડ્રી તરફ આગળ વધ્યો.

રાશિદ ખાનની લાંબી દોડ અને હવામાં શાનદાર છલાંગ

લોંગ-ઓન પર તૈનાત રાશિદ ખાને બોલને હવામાન ઝડપી લેવા માટે વીજળીની ઝડપે લાંબી દોડ લગાવી હતી. જેવો બોલ જમીન તરફ આવી રહ્યો હતો, તે જ ક્ષણે રાશિદે ડાબી બાજુ પૂરી લંબાઈ સાથે હવામાં અદ્ભુત ડાઈવ લગાવી દીધી હતી. તેણે પોતાના બંને હાથોની મજબૂતીથી બોલને હવામાં જ જકડી લીધો અને જમીન પર પડતાં જ સંતુલન જાળવી રાખ્યું. આ અકલ્પનીય કેચ જોઈને ખુદ શિવમ દુબે પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને નિરાશ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

 

શિવમ દુબેની ઇનિંગ્સનો આવ્યો અંત

રાશિદ ખાનના આ અદભુત કેચના કારણે શિવમ દુબેની આક્રમક ઇનિંગ્સનો અંત આવ્યો હતો. દુબેએ 10 બોલમાં 1 ચોગ્ગો અને છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા અને ટીમ માટે સ્કોરને વેગ આપવા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રાશિદના આ કેચે મેચનું ચિત્ર બદલી નાખ્યું. ભલે રાશિદે બોલિંગમાં થોડા રન આપ્યા હોય, પરંતુ તેની આ વર્લ્ડ ક્લાસ ફિલ્ડિંગે સાબિત કરી દીધું કે તે શા માટે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં ગણાય છે. સોશિયલ મીડિયા પર આ કેચનો વિડિયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટપ્રેમીઓ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.