Shivalik Sharma: એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાતો શિવાલિક શર્મા દુષ્કર્મના કેસમાં ફસાયો, વડોદરાના ક્રિકેટર પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

રાજસ્થાનના જોધપુરની એક યુવતીએ શિવાલિક શર્મા પર લગ્નનું વચન આપીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 03 May 2025 03:08 PM (IST)Updated: Sat, 03 May 2025 03:11 PM (IST)
rape-case-registered-against-mumbai-indians-player-shivalik-sharma-baroda-team-ranji-trophy

Shivalik Sharma News: રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનથી પોતાની ઓળખ બનાવનાર વડોદરાનો ક્રિકેટર શિવાલિક શર્મા દુષ્કર્મના કેસમાં ફસાયો છે. એક સમયે શિવાલિક ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવતો હતો. જો કે હવે તેની કારકિર્દી જોખમમાં આવી શકે છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાથી ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે.

રાજસ્થાનની યુવતીએ લગાવ્યો આરોપ

રાજસ્થાનના જોધપુરની એક યુવતીએ શિવાલિક શર્મા પર લગ્નનું વચન આપીને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેની ભૂતકાળમાં શિવાલિક સાથે સગાઈ થઈ હતી. એક દિવસ તેણે તેના ઘરે આવીને દુષ્કર્મ કર્યું અને પછી લગ્ન કરવાની ના પાડી દીધી. મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નાનપણથી જ હતો ક્રિકેટ માટે પ્રેમ

28 નવેમ્બર 1998 ના રોજ બરોડામાં જન્મેલા શિવાલિક શર્માને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તેના પિતાએ તેને ક્રિકેટ રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. 2016 માં બીનુ અંડર 19 ટ્રોફીથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2018-19 માં તેણે રણજી ટ્રોફી સીઝનમાં બરોડા માટે પ્રથમ કેટેગરીની ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જેમાં તેણે 13 મેચ રમી છે. જેમાં તેણે 2 અડધી સદીની મદદથી 322 રન બનાવ્યા છે. ઉપરાંત તેણે 19 ઘરેલું T20 મેચ રમી છે.

રણજી ટ્રોફીથી મળી ઓળખ

શિવાલિક 2018 માં તેમાં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 18 મેચ રમી હતી જેમાં 27 ઇનિંગ્સમાં 3 સદી અને 5 અડધી સદીની મદદથી 1087 રન બનાવ્યા હતા. તેના પ્રદર્શનને જોતા એક સમયે તેમને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવતો હતો.

2024 માં મુંબઈ ઈન્ડિયન્સે ટીમમાં લીધો હતો

2024 માં મુંબઈ ઇન્ડિયન્સે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે તેને એક પણ મેચ રમવાની તક ન મળી, આઈપીએલ 2025 સિઝન પહેલા તેને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.