Purple Cap in IPL 2026 (પર્પલ કેપ આઈપીએલ 2026), IPL 2026 Top Wicket-Takers List (April 22, 2026): ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) દિલ્હી કેપિટલ્સ (DC) સામે 47 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત બાદ ટુર્નામેન્ટના સમીકરણો બદલાયા છે, જેમાં હૈદરાબાદની આઈપીએલ ટીમ પોઈન્ટ ટેબલ 2026માં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
Purple Cap in IPL 2026: પર્પલ કેપની રેસ અંશુલ કંબોજ મોખરે
આ પણ વાંચો
બોલિંગ વિભાગમાં પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે પર્પલ કેપ 2026 (Purple Cap in IPL 2026) પર પોતાનો કબજો જમાવ્યો છે. હરિયાણાના આ બોલરે પોતાની ધારદાર બોલિંગથી દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો | Top Wicket-Takers (Purple Cap Race) in IPL 2026
- અંશુલ કંબોજ:13 વિકેટ
- ઈશાન મલિંગા: 12 વિકેટ
- પ્રસિદ્ધ કૃષ્ણા: 12 વિકેટ
- પ્રિન્સ યાદવ: 11 વિકેટ
- ભુવનેશ્વર કુમાર: 10 વિકેટ
આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ | IPL 2026 Purple Cap List
| ખેલાડી | મેચ | વિકેટ | એવરેજ |
|---|---|---|---|
| અંશુલ કંબોજ | 6 | 13 | 16.23 |
| ઇશાન માલિંગા | 7 | 12 | 18.08 |
| પ્રસિદ્ધ કૃષ્ણા | 6 | 12 | 19.83 |
| પ્રિન્સ યાદવ | 6 | 11 | 17.18 |
| ભુવનેશ્વર કુમાર | 6 | 10 | 20.00 |
| રવિ બિશ્નોઈ | 6 | 10 | 19.00 |
| કાગિસો રબાડા | 6 | 10 | 22.40 |
| હર્ષ દુબે | 6 | 8 | 17.75 |
| જોફ્રા આર્ચર | 6 | 8 | 22.38 |
| કૃણાલ પંડ્યા | 6 | 8 | 22.50 |
Purple Cap in IPL 2026: ટોપ પર્ફોર્મર્સની વિગતો
વિકેટ લેવાની દોડમાં આ સિઝનમાં અનેક બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અંશુલ કંબોજે માત્ર 6 મેચમાં 13 વિકેટ ઝડપી પ્રથમ સ્થાન મેળવ્યું છે અને તેની 16.23ની સરેરાશ સાથેની કરકસરભરી બોલિંગ તેને અન્ય બોલરો કરતા અલગ પાડે છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો ઈશાન મલિંગા 7 મેચમાં 12 વિકેટ સાથે બીજા ક્રમે છે અને તે કંબોજથી માત્ર એક વિકેટ પાછળ છે. બીજી તરફ પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ શાનદાર વાપસી કરતા 6 મેચમાં 12 વિકેટ ઝડપી છે, જ્યારે અનુભવી સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર કુમારે 6 મેચમાં 10 વિકેટ લઈને પોતાની અસરકારક બોલિંગથી દબદબો જાળવી રાખ્યો છે.
Purple Cap in IPL 2026: સ્પિનર્સ અને ઓલરાઉન્ડર્સનું પ્રદર્શન
સ્પિન વિભાગમાં રવિ બિશ્નોઈ 10 વિકેટ સાથે આગળ છે. ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ પણ પોતાની ઉપયોગીતા સાબિત કરતા 6 મેચમાં 8 મહત્વની વિકેટ ઝડપી છે. આ ઉપરાંત હર્ષ દુબે અને જોફ્રા આર્ચરે પણ 8-8 વિકેટ લઈને પોતપોતાની ટીમને મજબૂતી આપી છે.
IPL Points Table 2026 (Updated April 22, 2026) | આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | પરિણામ નહીં | પોઇન્ટ્સ | નેટ રન રેટ |
|---|---|---|---|---|---|---|---|
| 1 | PBKS | 6 | 5 | 0 | 1 | 11 | +1.420 |
| 2 | RCB | 6 | 4 | 2 | 0 | 8 | +1.171 |
| 3 | SRH | 7 | 4 | 3 | 0 | 8 | +0.820 |
| 4 | RR | 6 | 4 | 2 | 0 | 8 | +0.599 |
| 5 | DC | 6 | 3 | 3 | 0 | 6 | -0.130 |
| 6 | GT | 6 | 3 | 3 | 0 | 6 | -0.821 |
| 7 | MI | 6 | 2 | 4 | 0 | 4 | +0.067 |
| 8 | CSK | 6 | 2 | 4 | 0 | 4 | -0.780 |
| 9 | LSG | 6 | 2 | 4 | 0 | 4 | -1.173 |
| 10 | KKR | 7 | 1 | 5 | 1 | 3 | -0.879 |
