Ahmedabad News: પંજાબ કિંગ્સના શશાંક સિંઘ અને વિપુલ નારીગરાએ ઓટોગ્રાફવાળી ટી-શર્ટ એક્સચેન્જ કરી

પંજાબના શશાંક સિંઘે ગુજરાત સામેની મેચમાં 16 બોલમાં 44 રન બનાવ્યા હતા. જેમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 27 Mar 2025 05:40 PM (IST)Updated: Thu, 27 Mar 2025 05:40 PM (IST)
punjab-kings-shashank-singh-and-celebrity-super-sixes-vipul-narigara-exchanged-autographed-t-shirts-with-each-other

Ahmedabad News: આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના ક્રિકેટર શશાંક સિંઘ અને સેલિબ્રિટી સુપર સિક્સિસ ટીમ સ્ટાર રેન્જર્સના કેપ્ટન વિપુલ નારીગરાએ એકબીજાના ઓટોગ્રાફવાળી ટી શર્ટ એક્સચેન્જ કરી હતી.

પંજાબ કિંગ્સના ધાકડ બેટ્સમેન શશાંક સિંઘ કે જેઓએ ગુજરાત સામેની મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. અમદાવાદ અને ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સિસ ટીમના સ્ટાર રેન્જર્સ સેલિબ્રિટી ટીમના કેપ્ટન વિપુલ નારીગરાનું નામ પણ જાણીતું છે. તેઓ અમદાવાદમાં હોટેલ ITC નર્મદા ખાતે લંચ માટે મળ્યા અને ત્યારબાદ બંને સ્ટાર્સ એ પોતાની ટીમની ટી શર્ટ ઓટોગ્રાફ કરીને એક્સચેન્જ કરી હતી.

શશાંક અને વિપુલ એ પોતાના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ મા ફોટા અને વિડીયો મૂક્યા બાદ વાયરલ થયા છે. વિપુલ નારીગરા અને શશાંક સિંઘ એકબીજાને ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે સાથે જ બને જૂના મિત્રો છે.

હાલમાં જે ગુજરાતમાં રમાયલી સેલિબ્રિટી સુપર સિક્સિસ ટીમ સ્ટાર રેન્જર્સ ગાંધીનગરના કેપ્ટન વિપુલ નારીગરા એ ગાંધીનગર ટીમની ટી શર્ટ અને શશાંક સિંઘએ પંજાબ કિંગ્સની ટીમ ટીશર્ટ પર ઓટોગ્રાફ કરી એક્સચેન્જ કરતા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.