PBKS IPL 2026 Scenario: શરૂઆતમાં અજેય રહેલી પંજાબ કિંગ્સની હાલત કફોડી, પ્લેઓફમાં પહોંચવા હવે 'કરો યા મરો' જેવી સ્થિતિ

પંજાબ કિંગ્સ આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. સીઝનના અડધા ભાગ સુધી અજેય રહેલી શ્રેયસ ઐયરની આ ટીમ હવે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની કણી પર આવી ગઈ છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 12 May 2026 10:19 AM (IST)Updated: Tue, 12 May 2026 10:19 AM (IST)
punjab-kings-ipl-2026-scenario-unbeaten-start-four-consecutive-defeats

Punjab Kings IPL 2026 Scenario Explained: IPL 2026 ની શરૂઆતમાં જે ટીમે વિરોધીઓના છક્કા છોડાવી દીધા હતા અને પોઈન્ટ ટેબલ પર એકચક્રી શાસન કર્યું હતું, તે પંજાબ કિંગ્સ આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. સીઝનના અડધા ભાગ સુધી અજેય રહેલી શ્રેયસ ઐયરની આ ટીમ હવે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની કણી પર આવી ગઈ છે.

વિજયી રથ પરથી નીચે પછડાઈ પંજાબની ટીમ

IPL 2026 ના પ્રથમ તબક્કા પર નજર કરીએ તો પંજાબ કિંગ્સ જેવું ફોર્મ અન્ય કોઈ ટીમ પાસે નહોતું. ટીમે તેની પ્રથમ 7 મેચોમાં હારનો સ્વાદ ચાખ્યો નહોતો અને પોઈન્ટ ટેબલમાં મજબૂત રીતે ટોચ પર બિરાજમાન હતી. ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબે આ 7 માંથી 6 મેચો જીતી હતી, જ્યારે 1 મેચનું પરિણામ આવ્યું નહોતું. જોકે, આ મજબૂત શરૂઆત બાદ ટીમનું પ્રદર્શન કથળ્યું છે.

હાલમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગઈ છે. સતત 4 મેચોમાં કારમી હારનો સામનો કર્યા બાદ ટીમ માટે પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બન્યો છે. જે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ માનવામાં આવતી હતી, તે હવે જીત માટે તરસતી જોવા મળી રહી છે.

શું છે પ્લેઓફનું ગણિત?

પંજાબ કિંગ્સ પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે, પરંતુ હવે દરેક ડગલું સાવચેતીપૂર્વક ભરવું પડશે. પંજાબ પાસે હવે 3 મેચો બાકી છે, જેમાંથી 2 હોમ ગ્રાઉન્ડ પર રમાવાની છે. જો પંજાબ તેની બાકીની ત્રણેય મેચ જીતી લે છે, તો તે ટોચની 2 ટીમોમાં સ્થાન મેળવી શકે છે. જો ટીમ 2 મેચ જીતે છે, તો તેના 17 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. જો ટીમ માત્ર 1 મેચ જીતે છે, તો તેણે અન્ય ટીમોના પરિણામો અને નેટ રન રેટ પર નિર્ભર રહેવું પડશે. આ સ્થિતિમાં પંજાબે પ્રાર્થના કરવી પડશે કે અન્ય કોઈ ટીમ 8 મેચ જીતી ન શકે.

PBKS ના આગામી મુકાબલા અને શિડ્યુલ

  • 14 મે: મુંબઈ ઇન્ડિયન્સ સામે (ધર્મશાળા)
  • 17 મે: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે (ધર્મશાળા)
  • 23 મે: લખનૌ સુપર જાયન્ટ્સ સામે (લખનૌ)