Prince William and Kate Middleton Video: વર્તમાન સમયમાં બ્રિટનના શાહી પરિવારના સભ્ય વિલિયમ અને કેટ મિડલટન ભારતની ત્રણ દિવસની યાત્રા પર છે અને તેઓ મુંબઈની ગલીઓમાં ક્રિકેટ રમ્યા હતા. તેમણે સચિત તેંડુલકર સાથે મળી ગલી ક્રિકેટની મજા માણી હતી.
આ શાહી દંપતિએ કેટલોક સમય મુંબઈમાં પસાર કર્યો હતો અને તેમનું ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે તેમનું સ્વાગત કર્યું હતું. આ સાથે આજની આ શાહી દંપત્તિની મુલાકાતમાં વિશેષ વાત એ હતી કે સચિન તેંડુલકરે પણ બોલિંગ કરી હતી.

આ ખાસ પ્રસંગે સચિન તેંડુલકરે પણ તેની જૂની યાદો અંગે માહિતી આપતા કહ્યું કે વર્ષ 2016માં જ્યારે શાહી દંપત્તિ ભારતની મુલાકાત પર આવ્યા હતા ત્યારે તેઓ સત્તાવાર રીતે મેદાનમાં ક્રિકેટ રમતા હતા. ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોનું વિશેષ આકર્ષણ જોવા મળતું હતું હોય છે અને સચિન દેશમાાં ક્રિકેટને લઈ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ શાહી દંપત્તિ આશરે 10 વર્ષ અગાઉ ભારતની મુલાકાત પર આવ્યા હતા અને તે સમયમાં તેઓ અનેક હસ્તીઓ સાથે મુલાકાત લીધી હતી. આમ સચિને તેની આશરે 10 વર્ષ જૂની યાદોને યાદ કરી હતી.

શાહી પરિવાર દ્વારા પર્યાવરણલક્ષી જે ઉમદા અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે તેની તેમણે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમનો પર્યાવરણ પ્રત્યેનો લગાવ ખાસ છે અને તેને લઈ અમે ખૂબ જ પ્રેરીત થયા છીએ.
ભારતમાં પર્યાવરણ સંબંધિત 6ઠ્ઠા વાર્ષિક અર્થશોટ પ્રાઈઝ પુરસ્કાર સમારંભમાં ભાગ લેવા માટે આ બ્રિટીશ શાહી દંપત્તિ ત્રણ દિવસની યાત્રા પર છે. તેઓ 17મી નવેમ્બરના રોજ મુંબઈમાં આ પુરસ્કાર સમારંભમાં ભાગ લેશે અને આ કાર્યક્રમમાં અનેક બોલીવુડ હસ્તીઓ ભાગ લેશે. આ સાથે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.
