NZ vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સે હવામાં છલાંગ લગાવીને એક હાથે પકડ્યો અદ્ભુત કેચ, વીડિયો થયો વાયરલ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 09 Mar 2024 04:06 PM (IST)Updated: Sat, 09 Mar 2024 04:06 PM (IST)
new-zealand-vs-australia-christchurch-test-glenn-phillips-takes-amazing-catch-with-one-hand-of-marnus-labuschagne-bowled-by-tim-southee-watch-video

Glenn Phillips Catch: આજે શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ગ્લેન ફિલિપ્સે માર્નસ લાબુશેનનો જોરદાર કેચ પકડ્યો હતો. ફિલિપ્સના આ કેચની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. કિવી ફિલ્ડરે જમણી તરફ હવામાં છલાંગ લગાવીને એક હાથે કેચ પકડ્યો હતો.

કેચનો વીડિયો વાયરલ થયો
ટિમ સાઉથી ઇનિંગની 61મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે ઓવરનો બીજો બોલ ઓફ સ્ટમ્પની બહારની લેન્થ પર ફેંક્યો હતો, જેના પર માર્નસ લાબુશેને કટ શોટ માર્યો હતો. ફિલ્ડમાં હાજર ગ્લેન ફિલિપ્સે જમણી તરફ હવામાં છલાંગ લગાવીને એક હાથે અદ્ભુત કેચ કર્યો હતો. આ કેચ જોઈને બધા દંગ રહી ગયા હતા. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લાબુશેન તેની સદી 10 રનથી ચૂકી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાએ 94 રનની લીડ મેળવી હતી
ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવના 162 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 256 રનમાં સમેટાઈ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 94 રનની લીડ મળી હતી. ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત થઇ હતી. બીજા દિવસે સ્ટમ્પ સમયે ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.