Concussion Substitute Rule: ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સના 13 ખેલાડી મેદાનમાં ઉતર્યા, જાણો શું છે આ નિયમ?

પ્રસિદ્ધ કૃષ્ણાની 20મી ઑવરમાં બૉલ કોર્બિન બૉશના હેલ્મેટ પર વાગ્યો હતો. જેથી બૉલિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે થર્ટ એમ્પાયરની મંજૂરીથી બૉશની જગ્યાએ અશ્વીની કુમારને તક આપી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 May 2025 11:42 PM (IST)Updated: Tue, 06 May 2025 11:42 PM (IST)
mumbai-indian-13-players-play-against-gujarat-titans-through-concussion-substitute-in-cricket
HIGHLIGHTS
  • પહેલા બેટિંગ કરી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઑવરમાં 155 રન બનાવ્યા

Concussion Substitute Rule: મોટાભાગે ક્રિકેટમાં કોઈ પણ ટીમ 11-11 પ્લેયર સાથે મેદાનમાં ઉતરતી હોય છે. જો કે વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ ગણાતી IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ છે. જે અંતર્ગત ટીમ 11ની જગ્યાએ 12 ખેલાડી સાથે રમી શકે છે.

જો કે આ માટે મેદાન પર વધુમાં વધુ 11 ખેલાડીઓ જ રહી શકે છે. જ્યારે એક ખેલાડીને બહાર બેસીને તેની જગ્યાએ બીજા ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી શકાય છે. જો કે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સે 13 પ્લેયર્સનો ઉપયોગ કર્યો.

અત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની 56મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આજની મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા.

આ દરમિયાન 20મી ઑવર ગુજરાત ટાઈટન્સના પ્રસિદ્ધ કૃષ્ણાએ ફેંકી હતી. જેના ત્રીજા બૉલમાં દડો કોર્બિન બૉશના હેલ્મેટ પર વાગ્યો હતો. કૃષ્ણાના શૉટ બૉલ પર બૉશ પુલ શૉટ મારવાનો પ્રયાસ કર્યો અને તે ચૂકી ગયો. બોલ તેના હેલ્મેટ પર વાગ્યો હોવાથી તપાસ માટે ફિજિયો આવ્યા હતા.

જે બાદ 156 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ગુજરાત ટાઈટન્સની ટીમે મેદાનમાં આવી હતી. આ સમયે બૉલિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે થર્ડ એમ્પાયરની મંજૂરીથી કાર્બિન બૉશના કન્કશન સબ્સ્ટીટ્યૂટ તરીકે અશ્વીની કુમારને તક આપી હતી.

જો કન્ક્શન સબ્સ્ટીટ્યૂટના નિયમની વાત કરીએ તો, જ્યારે ખેલાડીને માથા અથવા ગળાના ભાગે ઈજા થાય તો, તેની જગ્યાએ તેના જેવા જ અન્ય ખેલાડીને તક આપવામાં આવી શકે છે. ક્રિકેટની ભાષામાં તેને લાઈક ટૂ લાઈક રિપ્લેશમેન્ટ કહેવામાં આવે છે. જો બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય, તો બેટ્સમેન અને બૉલર ઈજાગ્રસ્ત થાય, તો બૉલરને જ તક આપવામાં આવે છે.