Injured Lungi Ngidi: દિલ્હીમાં રમાયેલી IPL 2026 મેચમાં ઈજાગ્રસ્ત થયેલ એક ખેલાડીને સમય પર હોસ્પિટલ પહોંચાડવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસની ત્વરીતતા દર્શાવી 11 મિનિટમાં ગ્રીન કૉરિડોર તૈયાર કરવામાં આવ્યો.
વ્યસ્ત ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલેન્સને કોઈ પણ અવરોધ વગર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવેલ, જેથી ખેલાડીને તાત્કાલિક સારવાર મળી શકે. માહિતી પ્રમાણે દિલ્હી અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચ દરમિયાન લુંગી એંગિડીના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
સ્થિતિની ગંભીરતા જોતા મેચ આયોજકોએ તાત્કાલિક રાજેન્દ્ર નગર સ્થિત BLK-Max Super Speciality Hospital લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
IPL just confirmed Lungi Ngidi is stable and expected to be discharged shortly. Hope he's fine.
— Nikkhil (@nikkhilbk) April 25, 2026
He landed awkwardly on his head while going for a catch and had to be taken off in an ambulance... first time I've seen that on an IPL ground.
Get well soon Lungi Ngidi 🙏… pic.twitter.com/qP8DPljhW5
ASPએ કહ્યું- ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો
ઘટનાની માહિતી મળતા જ સેન્ટ્રલ રેન્જના ટ્રાફિક બાબતોના ASP સંજય સિંહે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને ગ્રીન કોરિડોર બનાવવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગને સંપૂર્ણપણે ખાલી કરાવ્યો હતો, જેથી એમ્બ્યુલન્સને ત્વરીતપણે હોસ્પિટલ પહોંચાડી શકાય.
દિલ્હીના ભીડભાડવાળા રસ્તાઓ પર હોસ્પિટલ પહોંચવામાં સામાન્ય રીતે વધુ સમય લાગે છે, પરંતુ ટ્રાફિક પોલીસના તાત્કાલિક પગલાં અને ઉત્તમ સંકલનને કારણે એમ્બ્યુલન્સ ફક્ત 11 મિનિટમાં પહોંચી ગઈ હતી. સમગ્ર રૂટ પર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો હતો જેથી ટ્રાફિક સુગમ રહી શકે.
