PBKS vs MI: પંજાબના આ ત્રણ એક્કાને આઉટ કર્યા તો ફાઈનલમાં મુંબઈનું સ્થાન પાક્કું

IPL ના પ્લેઓફમાં પંજાબે પોતાનું સ્થાન પાકું કર્યું તેમાં તેના ત્રણ ખેલાડીનું મહત્વનું યોગદાન રહ્યું છે. જેમાં પ્રભસિમરન સિંહ, કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રિયાન્સ આર્યાનો સમાવેશ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 01 Jun 2025 03:44 PM (IST)Updated: Sun, 01 Jun 2025 03:44 PM (IST)
mi-vs-pbks-performance-of-punjab-kings-batsman-prabhasimran-singh-captain-shreyas-iyer-and-priyansh-arya-in-ipl-2025

Shreyas Iyer, Prabhsimran Singh, Priyansh Arya, PBKS vs MI: આઈપીએલના પ્લેઓફમાં પંજાબે પોતાનું સ્થાન પાકું કર્યું તેમાં તેના ત્રણ ખેલાડીનું મહત્વનું યોગદાન રહ્યું છે. જેમાં પ્રભસિમરન સિંહ, કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રિયાન્સ આર્યા. આ ત્રણેય ખેલાડી પંજાબ માટે હુકમના એક્કા સમાન છે. મુંબઈની ટીમે ફાઇનલમાં પહોંચવું હશે તો આ ત્રણ ખેલાડીને સસ્તામાં આઉટ કરવા પડશે.

આંકડા વિશે જાણો

આંકડા પર નજર કરીએ તો બેટ્સમેનોની યાદીમાં પ્રભસિમરન સિંહ ટોપ 10માં છે. તેને 15 મેચમાં 517 રન બનાવ્યા છે. તે આ સિઝનમાં 166.23ની સ્ટ્રાઈક રેટથી રમ્યો છે. શ્રેયસ અય્યરે 15 મેચમાં 516 રન બનાવ્યા છે. જેમાં તેની 97 રને અણનમ રહ્યો તે ઈનિંગનો પણ સમાવેશ થાય છે. પ્રિયાંસ યાર્યાએ 15 મેચમાં 431 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેની સદીએ સૌ કોઈનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું.