Hardik Pandya Reaction: MI vs PBKS, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની હાલત અત્યંત કફોડી બની છે. મેદાન પર સતત મળી રહેલી હારની સાથે હવે ટીમની અંદર પણ બધું બરાબર ન હોવાના સંકેતો મળી રહ્યા છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં કારમી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વચ્ચેની તણાવપૂર્ણ ક્ષણોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
इसकी कप्तानी और एटीट्यूड से आईपीएल मे मुंबई इंडियंस टीम बस एक कोलकाता से आगे है,9 वें नंबर पर... pic.twitter.com/bsH7LS0tHj
— Dinesh Dangi (@dineshdangi84) April 16, 2026
મેદાન પર હાર્દિકનો પારો સાતમા આસમાને
આ પણ વાંચો
IPL 2026ની 24મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો 7 વિકેટે પરાજય થયો હતો. આ મેચ દરમિયાન એક ઘટના એવી બની જેણે ચાહકોને ચોંકાવી દીધા હતા. જ્યારે મુંબઈના બોલરો રન રોકવામાં નિષ્ફળ જઈ રહ્યા હતા, ત્યારે હાર્દિક પંડ્યા દેખીતી રીતે હતાશ અને ગુસ્સામાં દેખાયો હતો.
🚨 HEATED ARGUMENT BETWEEN HARDIK PANDYA AND JASPRIT BUMRAH FOR FIELD PLACEMENT 🚨
— Cricket Central (@CricketCentrl) April 16, 2026
When Jasprit Bumrah bowling, Hardik Pandya was seen giving suggestions to him and setting the field according to himself, not according to Bumrah.
Jasprit Bumrah argued once but later surrendered… pic.twitter.com/kXouus6xJE
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ફિલ્ડિંગ સેટ કરવા બાબતે હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ પર નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. આ વાતચીત દરમિયાન બંને ખેલાડીઓના હાવભાવ સૂચવતા હતા કે તેમની વચ્ચે કોઈ ગંભીર મતભેદ છે. બુમરાહની પ્રતિક્રિયા પણ ઘણી આક્રમક હતી, જે સ્પષ્ટ કરે છે કે તેને કેપ્ટનનું વલણ પસંદ આવ્યું ન હતું. આ અણબનાવ બાદ સોશિયલ મીડિયા પર મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમના માહોલ પર સવાલો ઉઠી રહ્યા છે.
પંજાબ સામે મુંબઈનું બોલિંગ પ્રદર્શન નિરાશાજનક
પહેલા બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે ક્વિન્ટન ડી કોકની શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 195 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જોકે, બોલિંગમાં મુંબઈની ટીમે ઘૂંટણ ટેકવી દીધા હતા. પંજાબના બેટ્સમેનોએ મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી અને 196 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો હતો. આ હાર મુંબઈ માટે સિઝનની સતત ચોથી હાર સાબિત થઈ છે.
બુમરાહ મુંબઈ માટે ચિંતાનો વિષય
દુનિયાના શ્રેષ્ઠ બોલરોમાં ગણાતા જસપ્રીત બુમરાહ માટે IPL 2026 અત્યાર સુધી ભૂલી જવા જેવી રહી છે. આ સિઝનમાં બેટ્સમેનોએ બુમરાહ વિરુદ્ધ એક ખાસ રણનીતિ અપનાવી છે. તેઓ બુમરાહને વિકેટ આપવાનું ટાળી રહ્યા છે અને તેની ઓવરો સાવચેતીપૂર્વક રમીને બાકીના બોલરો પર આક્રમણ કરી રહ્યા છે. જસપ્રીત બુમરાહ સતત પાંચમી મેચમાં વિકેટવિહીન રહ્યો છે. બુમરાહ વિકેટ લેવામાં નિષ્ફળ રહેતા અન્ય યુવા બોલરો પર દબાણ વધી રહ્યું છે, જે મુંબઈની હારનું મુખ્ય કારણ બની રહ્યું છે.
પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે ફેંકાયું મુંબઈ
સતત ચાર હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલ પર 9મા સ્થાને પહોંચી ગયું છે. અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાંથી મુંબઈ માત્ર એક જ મેચ જીતી શક્યું છે. જો પ્લેઓફની રેસમાં ટકી રહેવું હોય, તો હવે પછીની દરેક મેચ મુંબઈ માટે ‘કરો અથવા મરો’ જેવી રહેશે.
