MI vs KKR: રિંકુ સિંહે સુહાના ખાનનું દિલ તોડ્યું, કિંગ ખાનની દીકરી થઈ ઉદાસ; રિએક્શન થયું વાયરલ

IPLની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ. તેના મોટા બેટ્સમેન પત્તાના ઢગલા જેમ વિખેરાઈ ગયા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 31 Mar 2025 10:28 PM (IST)Updated: Mon, 31 Mar 2025 10:28 PM (IST)
mi-vs-kkr-rinku-singh-broke-suhana-khans-heart-king-khans-daughter-became-sad-reaction-went-viral

MI vs KKR: સુહાના ખાન તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. તે ખૂબ જ ખુશ દેખાતી હતી કારણ કે તેની ટીમે પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને આશા હતી કે તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવશે પરંતુ થયું બિલકુલ વિપરીત. મુંબઈના ફાસ્ટ બોલરો અને તેના જ બેટ્સમેનોએ સુહાના ખાનની આશાઓ પર પાણી ફેરવી દીધું.

મુંબઈ સામે KKRની બેટિંગ પત્તાના ઢગલા જેમ વિખેરાઈ ગઈ હતી. રિંકુ સિંહની વિકેટ પડ્યા પછી સુહાના ખાન સૌથી વધુ દુઃખી થઈ કારણ કે KKR હંમેશા આ ખેલાડી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે પરંતુ મુંબઈ સામે આ બેટ્સમેન પણ નિષ્ફળ ગયો. રિંકુ સિંહની વિકેટ પડ્યા પછી, સુહાના ખાન ખૂબ જ નિરાશ દેખાતી હતી અને તેણે આંખો બંધ કરી હતી.

KKRના બેટ્સમેન આ બોલરે ધરાસાયી કર્યાં
KKRની હાલત તમે એ વાત પરથી સમજી શકો છો કે આ ટીમે માત્ર 42 બોલમાં જ પોતાની અડધી ટીમ ગુમાવી દીધી. સૌ પ્રથમ સુનીલ નારાયણને બોલ્ટે આઉટ કર્યો. બીજી ઓવરમાં, ક્વિન્ટન ડી કોકને ચહર દ્વારા આઉટ કરવામાં આવ્યો. આ પછી યુવા ઝડપી બોલર અશ્વિની કુમારે અજિંક્ય રહાણેને આઉટ કર્યો. વેંકટેશ અય્યર પણ દીપક ચહરનો શિકાર બન્યો. આ પછી હાર્દિક પંડ્યાએ અંગક્રિશ રઘુવંશીને પેવેલિયન મોકલ્યો અને પછી અશ્વિની કુમારે રિંકુ સિંહને આઉટ કર્યો, આમ KKRની આશાઓ પર પાણી ફરી વળ્યું. અશ્વિની કુમાર અહીં જ ન અટક્યા, તેમણે એક જ ઓવરમાં મનીષ પાંડે અને આન્દ્રે રસેલને આઉટ કર્યા.

કોલકાતાની ટીમ 116 રનમાં જ ઢેર
કોલકાતાની ટીમે આ સિઝનનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો. તેઓ માત્ર 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગયા. અંગક્રિશ રઘુવંશીએ પોતાની ટીમ તરફથી સૌથી વધુ 26 રન બનાવ્યા. સુનીલ નારાયણ ખાતું ખોલાવી શક્યો નહીં. ડી કોક ફક્ત 1 રન બનાવી શક્યો. વેંકટેશ અય્યરે ફક્ત 3 રન બનાવ્યા. રિંકુ સિંહ 17 રન બનાવીને આઉટ થયો અને મનીષ પાંડે 19 રન બનાવીને આઉટ થયો હતો. રસેલ પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતે, રમનદીપ સિંહે કોઈક રીતે 12 બોલમાં 22 રન બનાવીને KKRનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો. મુંબઈ તરફથી અશ્વિની કુમારે 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી. બોલ્ટ, હાર્દિક પંડ્યા, વિગ્નેશ પુથુર અને સેન્ટનરે 1-1 વિકેટ લીધી.