Ask SRK session: બૉલિવૂડના બાદશાહ શાહરુખ ખાને (Shah Rukh Khan) ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #AskSRK સેશન યોજ્યું હતુ. જેમાં શાહરુખ ખાને પોતાના ફેન્સના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ તેમજ સલમાન ખાન સાથેના પોતાના સબંધો વિશે પણ ખુલાસો કર્યો હતો.
'કિંગ ઑફ રોમાન્સ' શાહરુખ ખાન જેટલો સિનેમાના પડદા પર રોમાન્સ કરે છે, તેવી જ રીતે રિયલ લાઈફમાં પણ શાહરુખનો રોમેન્ટિક અંદાજ ઘણી વખત સોશિયલ મીડિયામાં જોવા મળી જાય છે. એવામાં #AskSRK સેશન દરમિયાન બૉલિવૂડ અભિનેતાએ ફેન્સને છોકરી પટાવવાની એવી ટિપ્સ આપી કે સૌ કોઈ ચોંકી ગયા છે.
હકીકતમાં એક ફેન્સે શાહરુખ ખાનને પૂછ્યું હતું કે, છોકરીઓને ખુશ કરવા માટે શું કરવું જોઈએ? ફેન્સના આ પ્રશ્નનો જવાબ આપતા શાહરુખ ખાને લખ્યું કે, મારા ગીતો ટ્રાય કરજે. એટલે કે શાહરુખ ખાન કહેવા માંગે છે કે, કોઈ પણ યુવતીને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ, તો પોતાના ગીતો જ કાફી છે.
मेरा गाना ट्राय कर https://t.co/G0UAMMH5aF
— Shah Rukh Khan (@iamsrk) October 30, 2025
આ સિવાય એક ફેન્સે સવાલ કર્યો કે, તમારો પુત્ર આર્યન ખાન તમને ક્યારે ડાયરેક્ટ કરશે અને શું આ શક્ય છે. આ પ્રશ્નનો જવાબ આપતા શાહરુખ ખાને જણાવ્યું કે, જો આર્યનને હું પરવડું અને તે મારા નખરા સહન કરી શકે, તો ચોક્કસ આવું થઈ શકે છે.
સલમાન ખાન મારો ભાઈ છે
આ દરમિયાન એક ફેન્સે સલમાન ખાન વિશે એક શબ્દ લખવાનું કહ્યું હતુ. જેના જવાબમાં શાહરુખ ખાને કહ્યું- તે મારો બેસ્ટ ભાઈ છે. એક યુઝર્સે પૂછ્યું કે, તમે ઈન્ટર્વ્યુ કેમ નથી આપતા. અમને તમે પત્રકારોને જવાબ આપો, તે જોવું ગમે છે. આ પ્રશ્નના જવાબમાં શાહરુખ ખાને કહ્યું કે, મારી પાસે કંઈ નવું કહેવાનું નથી. જે જૂના ઈન્ટર્વ્યુ છે, તે પણ ખૂબ જૂના થઈ ચૂક્યા છે.
Best Bhai. Love him https://t.co/1qOcUeJBOJ
— Shah Rukh Khan (@iamsrk) October 30, 2025
'કિંગ' ફિલ્મમાં દીકરી સુહાના સાથે કામ કરીને પોતિકું લાગ્યું
એક યુઝર્સે જ્યારે અભિનેતાને પૂછ્યું કે, શું મને કિંગ ફિલ્મમાં કોઈ રોલ મળશે? આ પ્રશ્નનો મજેદાર જવાબ આપતા શાહરુખે જણાવ્યું કે, કેમ નહીં, સિદ્ધાર્થ આનંદને ઓડિશન આપી દે. તે ખૂબ જ મિલનસાર વ્યક્તિ છે. તેમણે મને જ પોતાની બીજી ફિલ્મમાં લીધો છે.
Apna apna sa lagta hai…. https://t.co/BMGcEkoXXh
— Shah Rukh Khan (@iamsrk) October 30, 2025
પોતાની અપકમિંક ફિલ્મ 'કિંગ' વિશે એક યુઝરે પ્રશ્ન પૂછ્યો હતો કે, આ ફિલ્મમાં પુત્રી સુહાના સાથે કામ કરીને તમને કેવું ફિલ થાય છે. જેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, ખૂબ જ પોતિકું લાગ્યું મને.
જણાવી દઈએ કે, શાહરુખ ખાન અવારનવાર #AskSRK સેશન યોજતો હોય છે, જેમાં શાહરુખ ખાન પોતાના ફેન્સના પ્રશ્નોના બિન્દાસ્ત અને મજેદાર જવાબ આપે છે. જો ફિલ્મોની વાત કરીએ તો, શાહરુખ ખાને ટૂંક સમયમાં ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે તેની દીકરી સુહાના ખાન ઉપરાંત દિપીકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
