MI Vs DC: ઈન્ડીયન પ્રીમિયર લીગ 2026ની આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં અક્ષર પટેલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોઈ પણ ફેરફાર વિના ટીમ ઉતારવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ રહ્યો છે. હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમની કપ્તની કરી રહ્યો છે.
આ અંગે વિગતો આપતા સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, હાર્દિક પંડ્યાની તબિયત સારી ના હોવાથી આ મેચમાં તે પોતે કેપ્ટનશિપ કરી રહ્યો છે. પિચ સારી લાગી રહી હોવાથી અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. દિપક ચહર ટીમ સાથે જોડાઈ ગયો છે. ફાસ્ટ બૉલર ટ્રેન્ટ બૉલ્ટની જગ્યાએ કૉર્બિન બૉશ આવ્યો છે. તેમજ અલ્લાહ ગજનફરની જગ્યાએ મિશેલ સેન્ટનર આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ એમ બન્ને ટીમની સિઝનની બીજી મેચ છે. અગાઉ 1 એપ્રિલે દિલ્હી કેપિટલ્સે સિઝનની પ્રથમ મેચમાં 1 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ સામે 6 વિકેટે જીત હાંસલ કરી હતી. જ્યારે 29 માર્ચની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી.
