Medhavi Bidhuri Viral Video: વુમેન્સ દિલ્હી પ્રીમિયર લીગ (WDPL)ની એક મહિલા ક્રિકેટર આજકાલ પોતાની રમતની સાથે-સાથે આગવા અંદાજમાં કરેલા સેલિબ્રેશનના કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
હકીકતમાં સેન્ટ્રલ દિલ્હી ક્વિન્સની ઑલરાઉન્ડર મેધાવી બિધૂડીએ વિકેટ ઝડપ્યા બાદ 6-7 સેલિબ્રેશન કર્યું, તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. મેધાવીની આ અદાએ ક્રિકેટ ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
સેન્ટ્રલ દિલ્હી ક્વિન્સ તરફથી રમતી મેધાવીએ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ સામેની પ્રથમ મેચમાં 4 ઓવરમાં જ 24 રન આપીને 2 વિકેટ ઝડપી છે. ઓલરાઉન્ડર મેધાવી બિધૂડી લેગ સ્પિન બૉલિંગની સાથે-સાથે જરૂર પડે, બેટિંગ પણ કરે છે.
આ સિરીઝમાં મેધાવીના શાનદાર પ્રદર્શન પર સૌ કોઈની નજર છે, પરંતુ વિકેટ ઝડપ્યા બાદ તેના ખાસ સેલિબ્રેશન પર ફેન્સ આફરીન થઈ ગયા છે. મેધાવી વિકેટ ઝડપ્યા બાદ પોતાની આંગળીઓએથી 6 અને 7નો ઈશારો કરતી જોવા મળે છે. મેધાવીની માસૂમ અદા અને હટલે અંદાજનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયો છે. એવામાં ફેન્સ મેધાવીને વાયરલ ગર્લ પણ કહેવા લાગ્યા છે.
મેધાવીના આ સેલિબ્રેશન પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. પોતાના એક ઈન્ટર્વ્યૂમાં મેધાવીએ જણાવ્યું કે, 67 મારી જર્સીનો નંબર છે. મારા ભાઈ-બહેને સલાહ આપી હતી કે, જ્યારે તે મેદાનમાં વિકેટ ઝડપે, ત્યારે પોતાની જર્સીના નંબરનો સંકેત આપતા ઉજવણી કરે. આથી પરિવારની સલાહ માનીને મેં આ સેલિબ્રેશન શરૂ કર્યું હતુ. જો કે તેને સહેજ પણ ખ્યાલ નહતો કે, તેની નાદાનિયતમાં કરેલી આ અદા સોશિયલ મીડિયામાં આટલી લોકપ્રિય થઈ જશે.
