KKR vs LSG: મુકુલ ચૌધરીએ KKRના જડબામાંથી જીત ઝુંટવી, વિસ્ફોટક ફિફ્ટી ફટકારીને ગેમ જ પલટાવી નાખી

મુકુલ ચૌધરીના 27 બોલમાં 54 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટથી હરાવ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 09 Apr 2026 11:56 PM (IST)Updated: Thu, 09 Apr 2026 11:56 PM (IST)
kkr-vs-lsg-mukul-chaudhary-snatched-victory-from-kkrs-jaws-turned-the-game-upside-down-with-an-explosive-fifty
HIGHLIGHTS
  • રહાણે અને રઘુવંશી સિવાય બાકીના ખેલાડીઓ નિરાશ કર્યા
  • કોલકાતાએ ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા.
  • રિંકુ ફરી નિષ્ફળ ગયો, ગ્રીન સંઘર્ષ કરતો જોવા મળ્યો

KKR vs LSG: મુકુલ ચૌધરીના 27 બોલમાં તોફાની 54 રનથી લખનઉ સુપર જાયન્ટ્સે હારેલી બાજી જીતમાં ફેરવી નાખી અને કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટથી હરાવ્યું. તેના સિવાય આયુષ બદોની (54) એ પણ અડધી સદી ફટકારી. કોલકાતા નાઈટ રાઈડર્સનો મિડલ ઓર્ડર કેપ્ટન અજિંક્ય રહાણે (41) અને વિકેટકીપર અંગક્રિશ રઘુવંશી (45)ની સારી ભાગીદારીને વિશાળ સ્કોરમાં બનાવવામાં નિષ્ફળ ગઈ. ગુરુવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. લખનઉએ છેલ્લા બોલ પર 182 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો.

ઓપનર ફિન એલન (9) રને વિકેટ ગુમાવ્યા બાદ રહાણે અને રઘુવંશીએ ઇનિંગ્સને સ્થિર કરી અને ઝડપથી રન બનાવ્યા, જેનાથી ટીમનો સ્કોર 200ને પાર થઈ જશે તેવું લાગતું હતું. જોકે, તે પેવેલિયન પરત ફર્યો તે પછી રન રેટમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો. રિંકુ સિંહ (4) ફરીથી નિષ્ફળ ગયો, જ્યારે વિસ્ફોટક બેટ્સમેન કેમેરોન ગ્રીન (32) અને રોવમેન પોવેલ (39) ક્રીઝ પર લાંબો સમય વિતાવવા છતાં તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. ગ્રીને થોડા રન બનાવ્યા પરંતુ તેની બેટિંગમાં સંઘર્ષ કરવો પડ્યો.

લખનઉની ચુસ્ત બોલિંગ

લખનઉના બોલરો શ્રેયને પાત્ર છે. તેઓએ અંતિમ ઓવરોમાં ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી. મોહમ્મદ શમીને આજે વિકેટ તો ન મળી પરંતુ ચાર ઓવરમાં માત્ર 27 રન જ આપ્યા. એમ. સિદ્ધાર્થ અને દિગ્વેશ સિંહ રાઠીએ ચાર ઓવરમાં એક-એક વિકેટ લીધી અને અનુક્રમે 34 અને 25 રન આપ્યા. પ્રિન્સ યાદવે 47 રન આપીને એક વિકેટ લીધી અને આવેશ ખાને 44 રન આપીને એક વિકેટ લીધી.

રહાણે અને રઘુવંશીનું શાનદાર ફોર્મ યથાવત

રહાણે અને રઘુવંશી કોલકાતાની બેટિંગમાં સૌથી મજબૂત કડી બન્યા છે. રઘુવંશીની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે રહાણેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી કોલકાતામાં વરસાદને પડી રહ્યો હતો જેના કારણે લખનઉએ ટોસ જીતીને પીચમાં ભેજનો લાભ લેવા માટે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

નારાયણની વાપસી, વરુણ હજુ પણ ઇન્જર્ડ

સુનિલ નારાયણ લખનઉ સામેની મેચમાં પાછો ફર્યો. નારાયણ બીમારીને કારણે પંજાબ સામેની પાછલી મેચ ગુમાવી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી હજુ પણ આંગળીની ઇજામાંથી સ્વસ્થ થયો નથી.

182 રનને ચેઝ કરવા ઉતરેલી લખનઉએ મિશેલ માર્શ અને એડન માર્કરામ સાથે મજબૂત શરૂઆત કરી. બંનેએ 25 બોલમાં 41 રન ઉમેર્યા. પાંચમી ઓવરમાં બંને ઓપનરોએ પોતાની વિકેટ ગુમાવી દીધી. વૈભવ અરોરાએ પહેલા બોલે માર્કરામ (22) ને રોવમેન પોવેલના હાથે કેચ આઉટ કરાવ્યો. મિશેલ માર્શ (15) ને ઓવરના ત્રીજા બોલે અંગક્રિશ રઘુવંશીના હાથે કેચ આઉટ કરાવ્યો.

પંત ફરી ફેલ

એક જ ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ, લખનઉની ઈનિંગને કેપ્ટન ઋષભ પંત અને ઇમ્પેક્ટ પ્લેયર આયુષ બદોનીએ સ્થિર કરી. બંનેએ 23 બોલમાં 31 રનની ભાગીદારી કરી. કેપ્ટને નવમી ઓવર કેમેરોન ગ્રીનને સોંપી, જેણે IPL 2026માં બોલિંગ કરી ન હતી. ગ્રીને 19મી ઓવરના બીજા જ બોલે કેપ્ટન ઋષભ પંતને આઉટ કર્યો. લખનઉના કેપ્ટન નવ બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા.

આયુષની શાનદાર ફિફ્ટી

પંતના આઉટ થયા પછી લખનઉએ ઝડપથી બે વધુ વિકેટ ગુમાવી દીધી. નિકોલસ પૂરન (13) 12મી ઓવરમાં કેચ આઉટ થયો. બીજી જ ઓવરમાં અનુકુલ રોયે અબ્દુલ સમદ (2) ને બોલ્ડ કર્યો. ત્યાં સુધી લખનઉની આશા રાખનાર આયુષ બદોની અડધી સદી ફટકાર્યા બાદ કેચ આઉટ થયો. તેણે 34 બોલમાં 54 રન બનાવ્યા.

મુકુલે બાજી પલટાવી દીધી

જે બાદ નંબર 7 પર બેટિંગ કરવા આવતા, મુકુલ ચૌધરીએ શાનદાર ઇનિંગ્સ રમી અને લખનઉને વિજય અપાવ્યા પછી જ તેને રાહત મળી. મુકુલે 27 બોલમાં બે ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવ્યા. તેણે ઘણા શાનદાર શોટ ફટકારીને હારેલી મેચમાં જીવ ફુંકી દીધો હતો. મોહમ્મદ શમી અને આવેશ ખાને એક-એક રનનું યોગદાન આપ્યું.