India vs Pakistan:જય શાહે ટીમ ઈન્ડિયાને પહેરાવ્યો Gold મેડલ, પાકિસ્તાનને કોણ આપ્યો Silver તે જાણો

India vs Pakistan:ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઈનલ બાદ મેડલ સેરેમનીમાં ICC ચેરમેન જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 03 Oct 2026 05:00 PM (IST)Updated: Sat, 03 Oct 2026 05:00 PM (IST)
jay-shah-presented-gold-medal-to-team-india-find-out-who-gave-silver-to-pakistan

India vs Pakistan:ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઈનલ બાદ મેડલ સેરેમનીમાં ICC ચેરમેન જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ભારતીય ટીમને ગોલ્ડ અને પાકિસ્તાનને સિલ્વર મેડલ જય શાહે પહેરાવ્યો ન હતો. નિશિન સિટીના મેયર હિરોકી કોંડોએ મેડલ આપ્યો, જ્યારે સલમાન નસીરે ખેલાડીઓને મસ્કટ આપ્યું.

જય શાહ ઉપરાંત શ્રીલંકાની નિલો જયાતોલાકે પણ મેડલ સેરેમનીનો ભાગ હતા. તેઓ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા(OCA)ના એક્ઝિક્યુટીવ બોર્ડ મેમ્બર અને શ્રીલંકાની નેશનલ ઓલિમ્પિક કમિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે.

ભારતને Gold, પાકિસ્તાનને Silver

ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને 19 રનથી પરાજય આપી એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 211 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 61 રનની શાનદાર ઈનિંગ રમ્યો હતો. જ્યારે તિલક વર્મા 51 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી અર્ફાત મિન્હાસે 2 વિકેટ અને અબરાર દાનિયાલે પણ 2 સફળતા મેળવી હતી.

 

હસન નવાજની તોફાની ઈનિંગ

212 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી. જોકે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 192 રન બનાવી શક્યું હતું.હસન નવાજ 50 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમ્યો હતો. તેણે 7 સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યાં હતા. જોકે તેની ઈનિંગથી પાકિસ્તાનને જીત મળી શકી ન હતી.ભારત તરફથી અક્ષર પટેલ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 ઓવરમાં 29 રન આપી બે વિકેટ લીધી હતી.